Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડાની સગીરાને ભગાડી જનાર કાઠિયાવાડથી પકડાયો
સંખેડાતાલુકાના એક ગામની સગીરાને ગામમાં રહેતો યુવાન અઢી મહિના અગાઉ ભગાડી ગયો હતો. પોલીસે યુવક અને યુવતીને કાઠીયાવાડ ખાતેથી ઝડપ્યા હતા.સગીરાની મેડીકલ તપાસ બાદ દૂષ્કર્મની કલમ ઉમેરાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા તાલુકાના એક ગામની સગીરાને સંખેડા તાલુકાના માલપુર ગામનો યુવક અજયભાઇ રાજુભાઇ તડવીનાઓ તેના સંબંધીના ઘરે રહેતો હતો. સંબંધીનું ઘર સગીરાના ઘરના ફળિયામાં રહેતો હતો.તા.5 મી મેના રોજ રાત્રીના સમયે સગીરા તેના માતા-પિતા અને ભાઇ બહેન ઘર આંગણે સૂતા હતા.રાત્રીના આશરે બારેક વાગ્યાના સુમારે સગીરાની માતા જાગી અને જોયું તો તેમની દીકરી દેખાઇ નહોતી જેથે સગીરાના પિતાને જગાડીને જાણ કરતા તેમના સગાઓ દ્વારા ફળિયામાં અને આજુ-બાજુ તપાસ કરી હતી.બીજા દિવસે પણ તપાસ કરી હતી. પણ સગીરા મળી નહોતી. સાથે અજયભાઇ રાજુભાઇ તડવી પણ ઘરે નહોતો. ઘરના સભ્યોની ગેરહાજરીમાં અજય ઘરે પણ આવતો હોવાનું તેના પિતાને જાણવા મળ્યું હતું. જેથી તે લગ્ન કરવાના ઇરાદે સગીરાને ભગાડી ગયો હતો. અજયના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. સગીરા નહી મળતા તેના પિતાએ સંખેડા પોલીસ સ્ટેશનમાં અજયભાઇ રાજુભાઇ તડવી વિરુધ્ધ તા.14મી મે ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે બનાવ સંદર્ભે બોડેલી સી.પી.આઇ. દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. આરોપીની તા.19મી જુલાઇના રોજ નસવાડીથી અટક કરાઇ હતી. જે બાદ સગીરાને અત્રે લવાયા બાદ તેણીનું મેડીકલ ચેકઅપ બાદ આરોપી તડવી અજયભાઇ વિરુધ્ધ દૂષ્કર્મની કલમ લગાવાઇ છે.
સગીરાનું નસવાડી ખાતે મેડિકલ ચેકઅપ કરાયું