• Gujarati News
  • નવોદિત લેખકોની બેઠકમાં વ્યંગ, માતૃત્વની ચર્ચા થઈ

નવોદિત લેખકોની બેઠકમાં વ્યંગ, માતૃત્વની ચર્ચા થઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવોદિત લેખકોની બેઠકમાં વ્યંગ, માતૃત્વની ચર્ચા થઈ

love for literature

કલ્ચરલ રિપોર્ટર }‘લેખ તે લેખક’ ઉદેશ્યને વરેલી નવોદિત લેખકોની સંસ્થા શબ્દાંકનની તાજેતરમાં બેઠક મળી હતી. ગુજરાતી ભાષા પ્રેમીઓની સંસ્થા શબ્દાંકનની 13માં વર્ષની નવમી બેઠકનો વિષય હાસ્ય, વ્યંગ, અને માતૃત્વ,વિષય આધારિત હતી. કાર્યક્રમમાં મહેસાણા, છોટાઉદેપુર તેમજ સુરતના લેખકોની કૃતિઓનું વાંચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બોડેલીના પ્રો.દિનેશ પંડ્યાની વ્યંગ કથા ‘વહેમ’, મહેસાણાના કડીના લેખક રામજી કડીયાની માતૃત્વ વિષય પરની કથા ‘હાલરડું’ અને સુરતના ઉમેશ જોષીની કથા ‘અંદર મને’નું વાંચન કરાયું હતું. ઉપરાંત ‘હાસ્ય કથા’, ‘હસતું દાંપત્ય’ અને ‘સ્વર’નું વાંચન પણ થયું હતું. કાર્યક્રમમાં ધવલ રાવ, મનીષ જોષી, જદીશ ધનેશ્વર, જગદીશ ધનેશ્વર અને પ્રવિણ પરમાર દ્વારા કથાઓનું વાંચન કરવામાં આવ્યું હતું.