તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલીમાં ડુંગળી ~5ની કિલો વેચાતા ગ્રાહકોની પડાપડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડુંગળીનાભાવમાં કડાકો બોલી જતાં વેપારી મથક બોડેલીમાં નાસિકથી ટ્રક બંધી ડુંગળી પાંચ રૂપિયે કિલો વેચાવા માટે આવી હતી. જેથી ડુંગળી ખરીદવા માટે ગ્રાહકો અને દુકાનદારોમાં પડાપડી જોવા મળી હતી. ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીની આદત રહી છે. રડાવવાની અને તે પછી પ્રજા હોય, ખેડુત હોય કે પછી રાજનેતા પણ કેમ હોય. ડુંગળીને લીધો કેટલીય સરકારોને ઘરભેગા પણ થવુ પડ્યું છે.

આવી ડુંગળીના એક સમયે પ્રતી કિલો 100 રૂપિયા ભાવ બોલાતા હતા. પણ હાલમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં હાલ ડુંગળી પ્રતી કિલો 10ના ભાવથી બજારમાં મળી રહી છે. ત્યારે ખેડુતોને રોવાનો વખત આવ્યો છે.ડુંગળીનો પાક વધુ થતા મહારાષ્ટ્રના નાસિકથી ટ્રકબંધી ડુંગળીની થેલીઓ આવી રહી છે ઘેરબેઠા રૂપિયા પાંચના ભાવે વેચાઈ રહી છે.40 કિલો ડુંગળીની થેલી 200 રૂપિયે વેચાતા લોકોએ પડાપડી કરી હતી.

પાકનું વધુ ઉત્પાદન થતા નાસિકથી ટ્રકબંધી થેલીઓ આવી રહી છે

ડુંગળીના ભાવ એક સમયે પ્રતિકિલો ~100 ભાવ બોલાતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો