તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી નજીક ડમ્પરની ટક્કરે ભાઇબહેન સહિત ચારનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલીનાનસવાડી રોડ પર વળાંક પાસે સાંજે રેતી ભરવા બેફામ રીતે આવી રહેલા ડમ્પરે રાહદારીઓ અને બાઇક ચાલકને અડફેટે લેતાં બે સગાં ભાઇબહેન સહિત ચાર જણાંનાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા થતાં વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાઈ હતી. ગોઝારા અકસ્માતના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પરને સળગાવી દીધું હતું જ્યારે બીજાં ત્રણ ડમ્પરોના કાચ તોડીને આક્રોશ ઠાલવ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર

ચાલક અને ક્લીનર ફરાર થઇ ગયા હતા. અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ...અનુસંધાન પાના નં.15

(વધુઅહેવાલ પાના નં.16)બોડેલીનાનસવાડી-

રાજપીપળા માર્ગ પર વણિયાદ્રી ગામે મુખ્ય કેનાલ પાસેથી એક બાઇક પર બે યુવાનો તાંદલજા જઇ રહ્યા હતા અને કેટલીક બાળાઓ હનુમાનજી મંદિરના બાગમાં હરવા-ફરવા અને રમવા આવી હતી. દરમિયાન રાજપીપળા તરફથી માતેલા સાંઢની જેમ બેફામ એક ડમ્પર બોડેલી તરફ રેતી ભરવા આવી રહી હતી ત્યારે સાંજે ડમ્પરના ચાલકે બેફિકરાઈથી હંકારીને ચાલતી જતી બાળાઓ, બાળકો અને બાઇક સવારને અડફેટે લીધાં હતાં. જેમાં બે માસૂમ બાળકો ઉર્વશી કોળી ઉ.વ.7 અને ધર્મેશ કોળી ઉ.વ.5નું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે બાઇક સવાર સંજય રમણ નાયકા ઉ.વ. 32 અને વિશાલ અજય નાયકા ઉ.વ.14નું પણ ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા ચંપાબેન દલસુખભાઈ કોળી ઉ.વ.35ને ગંભીર ઈજા થતાં બોડેલીથી વડોદરા વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

તાંદલજાના ગ્રામજનોનું ટોળું ઘટના સ્થળે આવીને ડમ્પર પર ગુસ્સો ઠાલવીને સળગાવી દીધું હતું અને ઉશ્કેરાયેલા બીજા ત્રણેક ડંપરના કાચ તોડી કાઢ્યા હતા. ડંપરના ચાલક અને કંડક્ટર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો