બોડેલીમાં મુખ્ય લાઈન તૂટતાં સપ્તાહ સુધી પાણી નહીં આવે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીનાઓરસંગ નદી કિનારે કોતર પાસેથી પસાર થતી પંચાયતની મુખ્ય પાઈપ લાઈન તૂટી જતાં બોડેલી વાસીઓને એક સપ્તાહ સુધી ભર ઉનાળે પાણી વિના ટળવળવુ પડશે. જોકે પંચાયતે બંબા દ્વારા દરેક વિસ્તારમાં પાણી આપવાનું શરૂ કરી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે બોડેલી નગરની વસ્તી વધતી જાય છે. તેમ પાણીની જરૂરીયાત પણ વધી છે. બોડેલી ઘણા સમયથી પાણીની સમસ્યાથી ઝઝુમી રહ્યું છે. પંચાયત પણ પાણી માટે સતત નવા નવા કામો કરતુ રહ્યું છે. પણ આવા સંજોગોમાં સ્મશાનગૃહ પાછળ કોતર પરથી પસાર થતી પાણીની મુખ્ય પાઈપ લાઈન તૂટી જવા પામી છે. જેથી બોડેલીના કેટલાંક વિસ્તારને ટાંકીનું પાણી સવારે અપાય છે. જમના પાર્ક વિસ્તારને પાણી અપાયુ નથી.

મુખ્ય લાઈન તૂટી જવાથી એક અઠવાડિયું બોડેલી વાસીઓને પાણી મળી શકશે નહી. ભર ઉનાળે અસહ્ય ગરમીમાં પાણી વિના મનુષ્યને ચાલી શકતુ નથી. પણ સાત-સાત દિવસ બોડેલીમાં પાણી આવી શકશે નહી કેમ? પંચાયતે ગ્રામજનોની જાણ માટે રીક્ષા ફરતી કરીને પાણી સપ્તાહ સુધી નહી આવે તેમ કહ્યું છે.

બોડેલી

વૈકલ્પિક વ્યવસ્થા કરી છે

^બોડેલીના સ્મશાન પાછળ મુખ્ય લાઈન તૂટી જતાં પાણી અઠવાડીયુ નહી આવે તેથી બંબા દ્વારા ગ્રામજનોને પાણી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. પાણી પુરવઠાના અધિકારી પણ સ્થળ પર આવી નીરાકણ કર્યું છે. જે ઘરોમાં બોર હોય તેવા લોકોએ ફળીયામાં પાણી આસપાસ આપી સહયોગ આપવા પંચાયતે અપીલ કરી છે. > હસુમતિશાહ, સરપંચ,બોડેલી ગ્રા. પં.

અન્ય સમાચારો પણ છે...