બોડેલીમાં પાંચ ટેમ્પોમાં 42 પશુઓ લઇ જતા 19 ઇસમોની અટકાયત

રાજકોટથી કવાંટ તરફ જતા હતા ત્યારે ગૌ રક્ષકોએ પકડી પોલીસને સોંપ્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
બોડેલીમાં પાંચ ટેમ્પોમાં 42 પશુઓ લઇ જતા 19 ઇસમોની અટકાયત
બોડેલીના મોડાસર ચોકડીથી કવાંટ રોડ પર મગનપુરા પાસેથી પીછો કરીને ગૌરક્ષકોએ 42 ગૌવંશ આખલાઓ ભરેલા પાંચ ટેમ્પો પકડીને પોલીસ ને સોંપ્યા હતા,ત્યારે 19 જણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તમામ 42 આખલાઓ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતાં.

છોટાઉદેપુર જિલ્લા જીવદયા ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભરવાડને મળેલી બાતમીને મોડાસર ચોકડી પર ઉભા હતાં. ત્યારે પાંચ ટેમ્પો એક સાથે આવતા જ તેને અટકાવતા ચાલકોએ ઉભા રાખ્યા ન હતાં. ત્યારે કવાંટ રોડ તરફ ગયેલા ટેમ્પોનો પીછો કરીને મગનપુરા પાસે ઓવરટેક કરીને અટકાવ્યા હતાં. ટેમ્પોની તાડપત્રી ઉંચી કરીને જોયું, તો પાંચેય ટેમ્પોમાં 42 તમામ આખલાઓ હતાં. જેથી સંસ્થા પ્રમુખ વિહાભાઈ ભરવાડને જાણ કરાતા જિલ્લા પોલીસને વરધી આપતા જ પોલીસ દોડતી પહોંચીને પાંચ ટેમ્પોમાં લઈ જવાતા 42 આખલાઓને પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરીને કુલ 19 ઇસમોની સામે કાર્યવાહી કરી હતી. ટેમ્પો ચાલકોની અટક કરવા કવાયત હાથ ધરી છે.

ખેતીની આડમાં રાજકોટ તરફથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તરફના કોઈક કતલખાને લઈ જવાતા હોવાની શંકાએ પશુધનની હેરાફેરીની કોઈ પરમીટ કે આધાર પુરાવા ન હોવા સાથે પૂરતા કાગળો ન હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

X
બોડેલીમાં પાંચ ટેમ્પોમાં 42 પશુઓ લઇ જતા 19 ઇસમોની અટકાયત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App