જબુગામમાં દશામાના વ્રતની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

જબુગામમાં દશામાના વ્રતની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:20 AM IST
જબુગામ પંથકના આદિવાસી વિસ્તારના ગામોમાં અષાઢ વદ અમાસે એટલે કે દિવાસના દિવસથી શરૂ થતા દશે દિશામાં દ્રશ્યમાન એવા દશામાના વ્રતની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સાંઢલી ઉપર બિરાજમાન એવા દશામાની આકર્ષક રંગબેરંગી કલાત્મક મૂર્તિઓ તો વળી સોળે શણગાર સાથે દશામાની સ્થાપના કરવામાં આવશે. દશામાના ભક્તો દ્વારા આ વ્રતની ઉજવણીની તડામારા તૈયારીઓ કરીને ભવ્ય શણગાર સાથે દશામાનો મહિમા કરવામાં આવે છે. શ્રધ્ધા અને ભાવપૂર્વક માતાજીનું વ્રત કરનારા કેટલાંક દશામાંના ઓર્ડર આપી દીધા હતા. બોડેલી-જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તરાના આદિવાસીઓ દ્વારાભવ્ય લાઇટ ડેકોરેશન તેમજ મ્યુઝિક સિસ્ટમ સાથે રાત્રીના દશામાના ગરબાનું આયોજન કરવામાં આવે છે. સાંઢલી પર સવાર એવા દશામાની સ્થાપના અષાઢ વદ અમાસના દિવસે સવારથીજ કરવામાં આવે છે. એટલે દશ દિવસના આતિથ્ય દરમિયાન પૂજા અર્ચના અનુષ્ઠાન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ગરબા સહિત દશ દિવસ સુધીનું આતિથ્ય માણી મા દશામાં શ્રાવણ સુદ દશમના દિવસે વિદાય થાય છે. જબુગામ, બોડીલ પંથકમાં દશામાનો મહિમા મોટો હોવાથી સાંજના સમયે દશામાના ગિત ગરબામાં ભક્તજનો ભકિતસભર થઇ જાય છે.

X
જબુગામમાં દશામાના વ્રતની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી