ઉચાપણ ગામ પાસે આંબલિયા કોતર પરના નાળાની એક બાજુ ગાબડું પડ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના ઉંચાપાણથી જાંબુઘોડાને જોડતા માર્ગ પરના ઉંચાપાણ ગામ પાસેના આંબળીયા કોતર પરના નબળા નાળાની બાજુનો પેચવર્ક પાણીને કારણે ધોવાણ થઈ રોડની એકબાજુની સાઈડે ધોવાણ સર્જાતા મસમોટો ખાડો પડી ગયેલ છે. જેથી ગમખ્વાર અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. છેલ્લા એક માસથી પડેલા નાળાની સાઈડને પુરવા અંગે તંત્ર દ્વારા ઉદાસીનતા સેવાતી હોય વિસ્તારના ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

બોડેલી તાલુકાના આદિવાસી વિસ્તારના વિકાસશીલ એવા ઉંચાપાણ ગામ નજીકના આંબળીયા કોતર પરના નાળાને બિલકુલ અડીને નાળાના કોતર પરની એક તરફની સાઈડનું ધોવાણ થતા નાળાના પીલ્લરો પણ નબળા પડી ગયા છે. પાળાને અડીને ધાવાણ થતા દશ ફુટ ઉંડો ...અનુસંધાન પાના નં.2

જાંબુઘોડાથી ડુંગરવાંટને જોડતા માર્ગ પરના ઉંચાપાણ ગામના કોતર પરના નાળાને અડીને ધોવાણ સર્જાતા મસમોટા ખાટાના કારણે અકસ્માત સર્જાવાની દહેશન વર્તાઈ રહી છે. તસવીર - દિગ્વિજયસિંહ રણા

અન્ય સમાચારો પણ છે...