બોડેલી તાલુકા પંચાયત શનિવારે ખાલીખમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી સેવાસદનમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ શનિવારની જાણે રજા હોય તેમ મોટાભાગના ટેબલ અને ખુરશીઓ ખાલીખમ જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે રજાના આગલા પાછલા દિવસે સરકારી કચેરીઓમાં પાંખી હાજરી જોવા મળે છે. તેમ બોડેલી સેવાસદનમાં શનિવારે તા.4 ઓગસ્ટના રોજ મોટાભાગની ખુરશીઓ ખાલી દેખાઈ રહી હતી. એકલદોકલ હાજર કર્મચારીને પૂછવામાં આવ્યું તો ફિલ્ડમાં ગયા છે અને મીટિંગમાં ગયા છે તેમ જણાવ્યું જ્યારે અન્ય રજા પર છે તેમ પણ જણાવ્યું હતું.

મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં તો સ્ટાફ દેખાતો હતો પણ બોડેલી તાલુકા પંચાયત કચેરીમાં તો બધા જ વિભાગમાં કોઈ દેખાતું ન હતું. અધિકારીઓ પણ હાજર ન હતાં. ચાલુ દિવસે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ન હોવાથી તાલુકાની પ્રજાને ધક્કો ખાવાનો વખત આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ટેબલ ખુરશીઓ ખાલી હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ હતાં. આમ ઓગસ્ટ મહિના પ્રથમ શનિવારી તાલુકા પંચાયનતા કર્મચારીઓ હાજર ન રહેતા લોકોને હાલાકી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...