તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી તા.નો પ્રથમ જાગરણ કાર્યક્રમ રણભૂન ગામે યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના રણભૂન ગામની સત કૈવલ શાળામાં તાલુકાનો પ્રથમ જન જાગરણ કાર્યક્રમ કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગામના પ્રાથમિક પ્રશ્નોની સાથે સુવિધાઓ ઉભી કરવાની ચર્ચા થઈ હતી.

જિલ્લામાં આવા રાત્રી જન જાગરણ કાર્યક્રમો શરૂ કરાયા છે, ત્યારે બોડેલી તાલુકા નો પ્રથમ જન જાગરણ કાર્યક્રમ રણભૂન ગામે યોજીને તંત્રે પ્રજાલક્ષી અભિગમ અપનાવતા લોકોની વાહવાહ મેળવી હતી.કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા,એસડીએમ મુકેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પ્રયોજના અધિકારી,પાણી પુરવઠા અધિકારી, વીજ અધિકારી સહિત શિક્ષણ અને આરોગ્ય વિભાગ ના અધિકારીઓ,બોડેલી મામલતદાર વસાવા, પણ ઉપસ્થિત રહીને સરકારની વિવિધ યોજનાઓ જાણકારી આપી હતી.

સરપંચ અશોક રાઠવાએ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. બે ગામ વચ્ચેની મેરિયા નદી પર ના છલીયા પરથી પસાર થતા બાળકો ચોમાસા માં પુર માં અટવાઈ પડ્યા હતા ત્યારે ત્યાં બ્રિજ બનાવવાની માંગ ઉઠી ત્યારે તેની પણ વિશેષ નોંધ લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...