તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલીમાં રિપેરિંગ થતી કાર ભડભડ સળગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના કુંભારવાસમાં રહેતા અને દ્વારકાધીશ મંદિર સામે કપ રકાબીનો ધંધો કરતા બિલાલ અબ્બાસભાઈ ખત્રીની આઈ 10 કાર ડભોઇ રોડ પર રીપેરીંગ કરવા મૂકી હતી તે દરમિયાન અચાનક કારમાં શોર્ટ સર્કિટને લીધે કાર ભડભડ સળગી ઉઠી હતી. આગની જ્વાળાઓને કારણે હાઇવે પર ટોળાં જામ્યા હતા. ગીચ વિસ્તારમાં બનેલી ઘટના બાદ બોડેલી બજાર સમિતિનું ફાયર ફાઇટર ઘટના આવીને આગ ઓલવતા હાશ થઈ હતી. આગથી ડભોઇ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. તસવીર વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...