ટ્રક નીચે બાઇક ચગદાઇ ચાલકનો આબાદ બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વચ્ચે એક નમકીનની મોટી ટ્રક નીચે બાઈક આવી ગઈ હતી. જોકે ચાલક યુવકને ઓછી વધતી ઈજાઓ પહોંચતા આબાદ બચાવ થયો હતો. અલીપુરા ચારરસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાને લીધે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે .લોકોએ લેખિત માંગણી કરી છે કે સ્પીડ બ્રેકર મુકાવો પણ તંત્રની આંખો ઉઘડતી નથી. ત્યારે ભરચક ટ્રાફિક વાળી ચોકડી પર ગોપાલ નમકીન લખેલી મોટી ટ્રક સાથે એક બાઈક અથડાઈ હતી.આ બાઈક સાથે ચાલક ટ્રક નીચે ભરાઈ ગયો હતો. લોકટોળાં એકત્ર થયા હતા. ડ્રાઈવરને મેથી પાક ચખાડ્યો હતો. લોકોએ બાઈકને બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...