જબુગામમાં ડેન્ગ્યૂનો પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ

પંથક સહિત આજુબાજુના વિસ્તારમાં એક માસથી રોગચાળો વકર્યો આરોગ્ય વિભાગ-પંચાયત દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bodeli - જબુગામમાં ડેન્ગ્યૂનો પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ
બોડેલી તાલુકાના જબુગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક માસથી જબુગામ પંથકમાં કાળો કેર વર્તાવી રહેલા રોગચાળાથી હાહાકાર મચી ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગના ભયથી આ વિસ્તારની પ્રજા ફફડી ઉઠી છે. ત્યારે જબુગામમાં ડેન્ગ્યુનો પગ પેસારો થઈ રહ્યો હોત તેમ ટુંકા સમયગાળામાં એક ડેન્ગ્યુ પોઝીટીવનો રીપોર્ટ મળી આવ્યો છે. જબુગામના મોચી ફળિયાના અરવિંદભાઈ પટેલ જે હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોઝીટીવ ડેન્ગ્યુ રીપોર્ટ આવતા જબુગામ સહિત પંથકવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ તથા પંચાયત તંત્ર રોગચાળાનો ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

દિવસેને દિવસે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલા ડેન્ગ્યુ સહીતના રોગોને નાથવા આરોગ્ય તંત્ર નિષ્ફળ જતા આ વિસ્તારની પ્રજામાં ફફડાટય જોવા મળી રહ્યો છે. પ્રતિદિન રોગચાળા બેકાબુ બની અાતંક મચાવી રહ્યા હોય સરકારી સહિત ખાનગી

...અનુસંધાન પાના નં.2

X
Bodeli - જબુગામમાં ડેન્ગ્યૂનો પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App