સવા બે લાખના દારૂના જથ્થા સાથે 2 ઝડપાયાં

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:11 AM IST
Bodeli - સવા બે લાખના દારૂના જથ્થા સાથે 2 ઝડપાયાં

બોડેલી તાલુકાના ઢોકલીયા ચોકડી અને મોટી બુમડી ચોકડી પાસે રાતે જિલ્લા એલસીબી અને બોડેલી પોલીસે બે ટીમો બનાવીને 2.19 લાખ રૂપિયાનો દારૂ ભરેલી બે કાર ઝડપવામાં સફળતા મેળવી હતી.કુલ 8.2 લાખના મુદ્દામાલ સાથે બેની અટક કરીને ફરાર બેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બોડેલી પીએસઆઈ પીએસ બરંડાની સાથે સ્થાનિક અને એલસીબી પોલીસ ઢોકલીયા ચોકડી પર રાતે વોચમાં હતી. તેઓને બાતમી મળી હતી કે કઠીવાળાથી દારૂ ભરેલી કાર બોડેલી થઈને વડોદરા તરફ જનાર છે, ત્યારે બાતમી વાળી ગ્રે કલરની ઇકો કાર આવતા જ તેને રોકવાનો પ્રયત્ન કરતા ઇકોમાં સવાર બે જણા ઉતરીને નાસવા જતા મહેશ વસાવા રહે.બોરસદ ચોકડી પકડાયો જ્યારે સાથીદાર નિલેશ ફરાર થઈ ગયો હતો. ઇકો કારમાં તપાસ કરતા જુદી બ્રાન્ડની 304 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 1,00,790 મળી આવ્યો ત્યારે કુલ 4,01,790 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બોડેલી સર્કલ પીઆઈ વી આર ભીલ સાથે એલસીબી ટીમ મોટી બુમડી વોચમાં હતી ત્યારે બોલેરો કારમાંથી બોમ્બે સ્પે.વહીસ્કીની 300 બોટલ જેની 1,18,500 થાય છે અને કાર સાથે 4,18,500નો મુદ્દામાલ સાથે ચાલક સોનું ભીલાલા રહે.અબુંવા, અલીરાજપુર ભાગી છૂટ્યો પણ તેનો સાથીદાર દિનેશ ભીલાલા પકડાઈ ગયો હતો. એકની અટક કરી હતી.

X
Bodeli - સવા બે લાખના દારૂના જથ્થા સાથે 2 ઝડપાયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી