બૂથ પર ન દેખાતા 4 બીએલઓને પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બોડેલી, સંખેડા અને નસવાડીમાં કુલ 387 BLO ફરજ બજાવે છે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bodeli - બૂથ પર ન દેખાતા 4 બીએલઓને પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન બૂથ ઉપર નહી મળી આવેલા ચાર બીએલઓને પ્રાંત અધિકારીએ નોટીસ ફટકારી હતી. ભગાવનપુરા,ખારાકુવા,વાંદરડા અને ખાંડિયા મતદાન મથકના બી.એલ.ઓ. ગેરહાજર જોવા મળ્યા હતાં. એક બૂથ ઉપર તો મધ્યાહન ભોજન યોજનાના સંચાલકના પતિ બેઠા હતાં.

જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં મતદાન મથક ઉપર બેસીને બૂથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ.એ વિવિધ પ્રકારની કામગીરી કરવાની હોય છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પ્રાંત અધિકારી ડૉ.એમ.એમ.પટેલે આજે વિવિધ મતદાન મથકોની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.આ વિઝિટમાં ભગવાનપુરા, ખારાકુવા, વાંદરડા અને ખાંડિયા મતદાન મથકના બી.એલ.ઓ. ગેરહાજર જોવા મળ્યા હતા.

રતનપુર શાળાના બી.એલ.ઓ. રાઠવા કનુભાઇ એસ. અને ખારાકૂવા પ્રા.શાળાના વણકર સુરેશભાઇ કે.બૂથ ઉપર ગેરહાજર હતા.બૂથ ઉપર કોઇ જાતનું બેનર લગાડાયું નહોતું.ગામમાં પણ કોઇપણ પ્રકારની જાહેરાત કરી નહોતી.વાંદરડા પ્રા.શાળાના બી.એલ.ઓ. પટેલ અનિલભાઇ વી.બૂથ ઉપર ગેરહાજર હતા.તેમની જગ્યાએ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકના પતિ સુનિલ રામદાસ બારીયા ...અનુસંધાન પાના નં.2

X
Bodeli - બૂથ પર ન દેખાતા 4 બીએલઓને પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App