તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી પંથકના દવાખાના ઉભરાયા વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક બોડેલીમાં વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ઉમેરો થતા નાના મોટા તમામ દવાખાનાઓ હાલ વિવિધ પ્રકાર આ તાવથી પીડાતા દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, તેમાંય ડેન્ગ્યૂના કેસો પણ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળતા આરોગ્ય તંત્ર ઘોરનિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

હાલમાં મચ્છર જન્યરોગો સાથે વાઇરલ ચેપીરોગનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. બોડેલી વિસ્તારમાં વિવિધ પ્રકારના તાવથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી છે. ચિકનગુનિયાના એકલદોકલ કેસો નોંધાયા છે, પણ ડેન્ગ્યૂના કેસો બોડેલીમાં ચિંતાજનક હદે વધેલા છે. બોડેલીમાં નાની મોટી અનેક હોસ્પિટલો છે, તેથી ચોક્કસ કેસો મળી શકે તેમ નથી, પણ દરેક હોસ્પિટલોમાં બે ચાર ડેન્ગ્યૂના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. મચ્છરોનો ઉપદ્રવ બોડેલી વિસ્તારમાં વધ્યો છે. તહેવારોના દિવસોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. તેથી દવાખાના દર્દીઓથી હાઉસફૂલ જોવા મળતા ડોક્ટરોની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...