તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી એસટી ડેપોના શૌચાલયમાં પારાવાર ગંદકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િજલ્લાનો સૌથી વધુ ધમધમતો બોડેલી એસટી ડેપો મુસાફરોથી ભરચક જોવા મળે છે. ત્યારે ડેપોમાં પારાવાર ગંદકીથી ખદબદતા શૌચાલયમાં મુસાફરો નાક દબાવીને શૌચ ક્રિયા કરતા જોવા મળી રહ્યાં છે. તેમાંય મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય હોય છે.

સરકાર દેશમાં સ્વચ્છતાનું પ્રમાણ વધે અને સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જાહેર સંસ્થાઓ, જાહેર જગ્યાઓએ લોકોને શૌચક્રિયા માટે સ્વચ્છ શૌચાલયની પૂરતી સુવિધા પુરી પાડવાની વાતો કરે છે, ત્યારે બોડેલી એસટી ડેપોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય વેપારી મથક બોડેલીમાં આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો સરકારી બસનો ઉપયોગ કરે છે અને ડેપોમાં શૌચાલયમાં શૌચક્રિયા કરવા અંદર જાય છે. મુસાફરોને ઉબકા આવે તેવી પારાવાર ગંદકીથી ખદબદ જોવા મળી રહ્યું છે. તેથી મુસાફરોને ના છૂટકે ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે સ્ત્રીઓને તો શરમથી માથું ઝુકી જાય તેમ ખુલ્લામાં શૌચક્રિયા જવું પડે છે. મેનેજરે પણ આ બાબતે મુસાફરોની સુવિધાનો ખ્યાલ રાખવો જોઈએ એક તરફ સરકાર સ્વચ્છતા બાબતે અસરકારક કાર્યક્રમો આપે છે,તો બીજી તરફ બોડેલી એસટી ડેપો માં મુસાફરો નાક દબાવીને શૌચાલય માં જતા જોવા મળી રહ્યા છે.બોડેલીમાં એસટી ડેપો નવો બની રહ્યો છે ત્યારે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે પણ જરૂરી છે.

બોડેલી એસટી ડેપોમાં પારાવાર ગંદકીથી ખદબદતા શૌચાલયમાં મુસાફરો નાક દબાવીને શૌચ ક્રિયા કરતા જોવા મળી રહ્યાં છે. તસવીર વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...