તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જબુગામથી પકડાયેલા શખ્સ પાસેથી ચોરીની 5 બાઇક જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરથી બોડેલી તરફ ચોરી કરેલું બાઈક લઈને એક યુવકને જબૂગામ પાસે નાકાબંધી કરી પકડી લીધો હતો. જેની પૂછપરછમાં પાંચ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસે પાંચેય બાઈક જપ્ત કરીને અટક કરી હતી. જિલ્લા એલસીબી પીઆઇ એ વી કાટકર અને બોડેલી પીએસઆઈ પી એસ બરંડાએ બાતમીને આધારે બોડેલીના જબૂગામ પાસે વોચમાં હતાં. ત્યારે છોટાઉદેપુર તરફથી બાઈક આવતા જ તેને અટકાવીને પૂછપરછ કરતા પ્રકાશ રાવત રહે. કનવાડા, જોબટ, અલીરાજપુર એ આ બાઈક કરજણથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. વધુમાં કરજણથી અને અન્ય ત્રણ બાઇકો ગોધરા, ધાર અને નંદુરબારથી મળીને પાંચ બાઈક ચોરી કર્યાનું કબુલ્યું હતું. બોડેલી પોલીસે પાંચેય બાઈક જપ્ત કરીને પ્રકાશની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...