તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી, સંખેડામાં ભારે વરસાદ: ચોમાસાનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીમાં જૂન મહિનાના આરંભે વરસાદે એન્ટ્રી મારતાં મગફળી પકવતા ખેડૂતોને નુકસાન થયું છે. હજી ખેડૂતો ખેતરમાંથી મગફળી કાઢવાની તૈયારી કરી રહ્યા છે.પૂરતા સિંચાઈના પાણીના અભાવે પાક ઓછો ઉતર્યો છે ત્યારે વરસાદી પાણીએ મગફળીના પાક પર પાણી ફેરવી દીધું છે. એકંદરે મોસમના પ્રથમ વરસાદે ચોમાસાની છડી પોકારી દીધી છે. વરસાદને પગલે સમગ્ર બોડેલી પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ હતી. જેનાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

સંખેડામાં પણ ગુરુવારે વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. સંખેડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ ફેલાયેલો હતો. ગરમીથી લોકો ભારે આકુળ વ્યાકુળ બન્યા હતા.ત્યારે ગુરુવારે સવારે આશરે પોણા પાંચ વાગ્યાના મુમારે સંખેડા પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વહેલી સવારે વરસાદ પડતાં ઘરની અગાશીઓ ઉપર સૂતેલા લોકોને દોડીને ઘરમાં ઘૂસવાની ફરજ પડી હતી. વરસાદ પડતાની સાથે વાતાવરણમાં પણ અનેરી ઠંડક પ્રસરી હતી. વીજળીના ચમકારા વચ્ચે વરસેલા મોસમના પહેલા વરસાદને પગલે સૌ કોઇમાં આનંદની લાગણી પ્રસરી હતી. જોકે વરસાદ સાથે સંખેડા પંથકમાં લાઇટો ડુલ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

જોકે મગફળી પકવતા ખેડૂતોને અચાનક વરસાદ થતાં નુકસાન

અસહ્ય ઉકળાટ વચ્ચે જિલ્લામાં ક્યાંક ક્યાંક મેઘરાજાએ એન્ટ્રી મારતાં જિલ્લાવાસીઓએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી

અન્ય સમાચારો પણ છે...