• Gujarati News
  • સતત ચાલુ રહેતા વરસાદના પગલે

સતત ચાલુ રહેતા વરસાદના પગલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાનગરપાલિકા હદ વિસ્તારમાં સોસાયટી વિસ્તારના હાર્દસમા ઇગ્લીશ મીડીયમ સ્કુલે જવાના શાંતિકલશ અને નુરમહંમદ સોસાયટીની વચ્ચેના મુખ્ય રોડ ઉપર છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે પાણીનો નિકાલની કોઇ વ્યવસ્થા નહી હોવાથી વરસાદ બંધ રહેવા છતાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયુ છે. તેમજ રોડની વચ્ચે મોટો ખાડો પડયો છે. જેથી સ્કુલે જતા વિદ્યાર્થી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિદ્યાર્થી ખાડાના કારણે પાણીમાં પડયા છે. પાલિકા તંત્ર દ્વારા પાણીના નીકાલની કોઇ વ્યવસ્થા કરવામાં નહી આવતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવા અને રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડા પુરવામાં આવે તેવું વિદ્યાર્થી અને નગરજનો ઇચ્છી રહ્યા છે.

તસવીર : ભરતસિંહ ઝાલા

બાવળાની સ્કૂલે જવાના રોડ પર પાણી ભરાઇ રહેતાં બાળકો હેરાન