• Gujarati News
  • બાવળા તાલુકા શહેરમાં કુખ્યાત બનેલા

બાવળા તાલુકા-શહેરમાં કુખ્યાત બનેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાશહેર અને તાલુકામાં છેલ્લા એકાદ વર્ષથી વિદેશીદારૂ વેચતા બુટલેગરો ઉપર બાવળા પોલીસે સખત રીતે કામ કરીને દારૂનો ધંધો બંધ કરાવી દીધો છે તેમ છતાં બુટલેગરો ચોરીછુપીથી વેચાણ કરવાના પ્રયત્નો કરતા હતા. ત્યારે બાવળા પીએઆઇ જે.ડી. ઝાલાએ કડક કાર્યવાહી કરી બુટલેગરને તેમજ દારૂ પકડીને કાર્યવાહી ચાલતા રાખતા બુટલેગરો પોલીસ ઉપર ખફા થયા છે. મહિ‌ના પહેલા બુટલેગરોએ દારૂ પકડી પાડતા તીક્ષ્ણ હથીયાર અને સોડાની બોટલોથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ સહીત ત્રણ કોન્સટેબલોને ઇજા થઇ હતી. બાવળાનો કુખ્યાત બુટલેગર પંકજ ઉર્ફે ચિન્ટુ પ્રકાશભાઇ ઠાકોર જેની ઉપર બાવળા પોલીસમાં પ્રોહીબીશન હેઠળ ૧૦થી ૧ર કેસ થયેલા છે. જેથી પીએસઆઇ જે.ડી. ઝાલાએ તેની ઉપર પાસા હેઠળ ગુનો નોંધવા કલેકટર, ડીએસપીને અરજી કરી હતી. જેને મંજુર રાખતા પીએસઆઇ અને પોલીસે પંકજ ઉર્ફે ચિન્ટુ ઠાકોર રહેવાસી બાવળાને પકડી પાડીને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલી આપ્યો છે. જેથી બાવળા પંથકમાં પોલીસની કામગીરીની પ્રસંશા તેમજ બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે પંકજ ઉર્ફે ચિન્ટુ અગાઉ પાસા હેઠળ સજા ભોગવીને આવ્યો છે તેમજ તેના પિતા પ્રકાશભાઇ મગનભાઇ ઠાકોર ઉપર પણ ત્રણથી ચાર વાર પાસા થયેલા છે. આખું કુટુંબ દારૂના ધંધા સાથે સંકળાયેલું છે.

બુટલેગરને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો