• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળા ભાજપના કાર્યકરને અકસ્માત, ગાડી પુલ કુદાવી રોંગ સાઇડમાં અથડાઈ

બાવળા ભાજપના કાર્યકરને અકસ્માત, ગાડી પુલ કુદાવી રોંગ સાઇડમાં અથડાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી કાર્યકર્તાઓ પ્રચાર માટે દોડાદોડી કરી રહ્યાં છે. ત્યારે ગુરૂવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ બાવળાથી બગોદરા તરફ જઇ રહેલી ભાજપના કાર્યકરની ગાડીને બાવળામાં પુલ ઉતરતા અકસ્માત થવા પામ્યો હતો.

ગાડી ચાલક દારૂના નશામાં ગાડી ચલાવતો હોવાથી સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા પ્રથમ તેની ગાડી હાઇવેની લોખંડના પતરાની રેલીંગ સાથે અથડાવીને ફૂલ સ્પીડમાં હોવાથી તે સાત ફૂટ જેટલા પુલ પર ચઢીને સામેની રોગ સાઇડમાં ત્રણ-ચાર ફૂટ હવામાં ફંગોળાઇને સામેના મંદિરના ઝાપા પાસે ડિવાઇડરને અથડાઇ હતી. તેથી ગાડીના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. જેમાં ગાડીના ચાલક કીરપાલને ઇજાઓ પહોંચતા તેને 108માં લઇ જવાયો હતો. જોકે, અંગે કોઇ ફરિયાદ થઇ હતી.

ચાલક નશામાં હોવાથી સ્ટિયરિંગ પર કાબુ રહેતા ડિવાઈડરમાં જઈ ચઢી

કાર્યકરને નડેલા અકસ્માત બાદ થયેલી ઈજાઓ.

અન્ય સમાચારો પણ છે...