તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાવળાની સમર્પણ સોસાયટી રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતાં ભારે મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળાની સમર્પણ સોસાયટી રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતાં ભારે મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાના કારણે બાવળા પંથકમાં બે દિવસ પહેલા ઝરમર-ઝરમર વરસાદ દિવસ દરમિયાન પડ્યો હતો. વરસાદના કારણે બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં હાર્દસમાં સમર્પણ સોસાયટી બહારના રજોડા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે. રોડ ઉપર વરસાણીનો કોઈ નિકાલ નહીં. હોવાથી લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. જેના કારણે રોડ ઉપરની સોસાયટી વિસ્તારના રહીશો, વાહનચાલકો અને ખાસ કરીને સ્કૂલે જતાં-આવતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બે દિવસ થવા છતાં પાણી ભરાઈ રહ્યું છે. જેથી પાણીમાંથી નગરજનોને પસાર થવું પડે છે વાહનચાલકો પસાર થાય તો રાહદારીઓ ઉપર પાણી ઉડે છે અને ચકમક ઝરે છે. રોડ ઉપર છેલ્લા બે ત્રણ વર્ષથી ચોમાસામાં આખું ચોમાસું પાણી ભરાઈ રહે છે.

બે વર્ષથી પાલિકા તંત્રમાં સોસાયટીના રહીશોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરી રોડને ઊંચો બનાવવા રજૂઆતો કરવામાં આવે છે છતાં પાલિકાતંત્રના કાને રજૂઆતો ધ્યાવતી નથી. જેના કારણે સોસાયટીના રહીશો, વિદ્યાર્થઈઓને ભારે મુશ્કેલીઓ પડે છે. જેથી પાલિકાતંત્ર ઉપર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

માવઠા પછી ભરાઈ રહેલા પાણી તસવીરભરતસિંહ ઝાલા

ઓખીની અસરમાં બે દિવસ પહેલા વરસાદ થયો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો