તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાનગરપાલિકાના વોર્ડ નંબર-1માંથી અગાઉ ચૂંટાયેલા ત્રણેય સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગાય હતાં. જેથી ત્રણેય સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જ્યારે વોર્ડ નંબર-6ના ઉમેદવાર મનુભાઇ ભરવાડનું અવસાન થતા તેમની જગ્યા ખાલી પડતા ચારેય સભ્યો માટેની ચૂંટણી રવિવારે સવારે આઠ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઇ હતી.

સવારે આઠ વાગ્યાથી મતદારો પોતાનો મતાધિકાર આપવા માટે ઉમટી પડ્યા હતાં. મતદાન માટે નગર પ્રાથમિક શાળાના બુથ નંબર બે ઉપર ભારે લાઇનો લાગી હતી. સવારે 10 વાગ્યા સુધી અંદાજે 17 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. બપોરે બાર વાગ્યા સુધી 25 ટકા અને બપોરે બે વાગ્યા સુધીમાં વોર્ડ નંબર-1માં 50 ટકા જેટલું તથા વોર્ડ નંબર-6માં 60 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને પક્ષો દ્વારા મતદારોને લાવવા-લઇ જવા માટે રીક્ષાઓ, ગાડીઓની વ્યવસ્થા કરાઇ હતી. અશક્ત માણસો, વૃદ્ધોએ પણ ગાડીઓમાં, લાકડીઓને ટેકાથી મતદાન મથક સુધી આવીને પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. બેથી ત્રણ માજીઓ જેઓ 100થી 105 વર્ષના છે. તેઓએ પણ આવીને મતદાન કર્યું હતું. બપોર પછી મહિલાઓનો ધસારો જોવા મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં વોર્ડ નંબર-1નું 73 ટકા તેમજ વોર્ડ નંબર-6 માટે 71 ટકા મતદાન થવા પામ્યું હતું. બન્ને પક્ષોના ઉમેદવારોની ભાવી હાલ તો ઇવીએમ મશીનમાં સીલ થઇ જવા પામ્યા છે. મંગળવારે સવારે નવ વાગ્યે મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાશે.

તસવીર-ભરતસિંહ ઝાલા

વિરમગામ તાલુકા પંચાયતની થોરી થાંભા (નાની થોરી)બેઠકની પેટા ચંૂટણીનું મતદાન રવિવારના રોજ યોજાઇ હતી. જેમાં 71 ટકા મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં તંત્રે હાથકારો અનુભવ્યો હતો. જેની મતગણતરી આગામી 29મી નવેમ્બરના રોજ વિરમગામ તાલુકા સેવા સદનમાં થશે. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં થોરી થાંભા, લીયા, લીંબડ અને વશવેલીયા ગામનો સમાવેશ થતો હોઇ તમામ ગામોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ઇવીએમ મશીન દ્વારા મતકારોએ મતદાન કર્યું હતું. વાઘજીભાઈ ચેહરભાઈ પટેલ (ભાજપ) અને ભાઇલાલભાઈ પટેલ (કોંગ્રેસ)એ ઉમેદવારી નોંધાવી હતી. અંગે ભાઈરામભાઈ તળપદા (પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય)એ જણાવ્યું હતું કે, તમામ ગામોમાં શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે.

વિરમગામ તાલુકા પંચાયતના થોરીથાંભા બેઠક પરની પેટા ચૂંટણીમાં 71 ટકા મતદાન

બાવળા પાલિકાની 4 સીટની પેટા ચૂંટણીમાં 72 ટકા મતદાન

અન્ય સમાચારો પણ છે...