તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર હાજર નહીં રહેતા દર્દીઓને હાલાકી

બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર હાજર નહીં રહેતા દર્દીઓને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકાના બગોદરામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર-સરકારી દવાખાનામાં રવિવારે ડોક્ટર હાજર નહીં રહેતા દર્દીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. દવાખાનામાં મોટાભાગે રવિવારે અને રજાના દિવસે ડોક્ટર હાજર રહેતા નથી તેવી આજુબાજુના ગામોના દર્દીઓની ફરિયાદ છે. તેમજ દર્દીઓને ફરજ ઉપર હાજર નર્સ પણ આજે રવિવાર છે રજા હોય છે આજે નહીં આવવાનું તેવું કહીને ડોક્ટરને તપાસ્યા વગર નર્સ પોતે ગોળીઓ આપી દઇને કાઢી મૂકે છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે ગામમાં રહેતા લાલજીભાઇ પ્રજાપતિ તેમના માતા બિમાર થઇ ગયા હોવાથી તેઓ સરકારી દવાખાને દવા લેવા માટે ગયા હતાં ત્યારે ડોક્ટર હાજર નહોતાં ત્યારે નર્સને ડોક્ટર ક્યાં છે તેવું પૂછતાં તે ઉશ્કેરાઇ ગઇ હતી અને જણાવ્યું હતું કે તમને ખબર નથી પડતી કે આજે રવિવાર છે, રજા હોય છે, કાલે દવા લઇ ગયા હોત તો તેમ કહીને ડોક્ટરે તપાસ્યા વગર દવાની ગોળીઓ આપીને કાઢી મૂક્યા હતાં. આવી રીતે બીજા દર્દીઓને પણ જણાવ્યું હતું. જેથી ડોક્ટર હાજર નહીં રહેતા હોવાથી દર્દીઓને ભારે તકલીફો પડી રહી છે.

રવિવારના રોજ આરોગ્ય કેન્દ્રમાં રજા હોતી નથી

^સામુહિકઆરોગ્ય કેન્દ્રમાં રવિવારની રજા હોતી નથી. ડોક્ટર પણ હાજર રહેવા જોઇએ. હું અંગે તપાસ કરીશ. > ડો.અલ્પેશ ગાંગાણી, બાવળાતાલુકા હેલ્થ ઓફીસર

રવિવારે સારવાર મેળવવા આવતાં લોકો હેરાન

અન્ય સમાચારો પણ છે...