તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Bavla
 • ખાતર ડેપોમાં મજુરી કરતા યુવાને તિજોરીમાંથી રોકડની ચોરી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતર ડેપોમાં મજુરી કરતા યુવાને તિજોરીમાંથી રોકડની ચોરી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળાનગરના માર્કેટ યાર્ડ સ્થિત જીએનએફસીના ખાતરના ડેપોમાં 13 દિવસ પહેલા રાત્રે તસ્કર તત્વોએ સીડી ઉપરથી નીચે ઉતરી ખાતરની સીલક તિજોરીમાં રાખી હતી તે તિજોરી તોડીને રૂપિયા 99584ની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ડેપો મેનેજરે બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાસી છૂટેલા ચોરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ડેપોમાં ખાતરની થેલીઓ ઉતરવાનું કામ કરતાં મજુરને ચોરી કરતાં પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

બાવળામાં હાઈ-વે ઉપર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડમાં 12 નંબરના હોલમાં આવેલા જી.એન.એફ.સી. સંચાલીત નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના ખાતરના ગોડાઉનમાં 13 દિવસ પહેલા સીડીનું પતરૂં કાપી ડેમાં ઉતરીને બપોરે પછીની વેચાણની આવક તિજોરીમાં મુકી હતી. તેજ તિજોરી તોડી તિજોરીની અંદર રહેલા કેશ બોક્ષમાં મુકેલી આવક 88584 રૃપિયા ભરેલી કેશબોક્ષ આખું કોઈ ચોરો ઉઠાવી ગયા હતા.

સવારે ડેપો ખોલતાં ચોરી થયાનું માલુમ પડતાં ડેપો મેનેજરે બાવળા પોલીસને ચોરી થયાની જાણ કરતાં બાવળા પોલીસ દોડી આવી ચોરીનો ગુનો નોંધી નાસી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાએ જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોરોને પકડી પાડવા સુચના આપતાં એલ.સી.બી.ની ટીમે તે દિશામાં ચક્રોગતિમાન કર્યા હતાં.

ચોરી સ્થાનિક અને જાણકાર દ્વારા કરવામાં આવી હોવાનું અનુમાન સાથે માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતાં મજુરીની માહિતી એકઠી કરવા લાગ્યા હતા. ત્યારે ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમ બાવળાની ઢેઢાળ ચોકડી એથી પસાર થવાનો છે જે બાતમિના આધારે એલસીબી, પીઆઈએસ એન. ચૌધરી, પી.સી. મહેન્દ્રસિંહ, અજય સિંહ, વિપુલભાઈ, જયેશભાઈ વગેરેની ટીમ વોચમા ગોઠવાઈ ગયા હતા. બાતમી મુજબના ઈસમ નીકળતાં તેને ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.

આરોપી પ્રહલાદ ઉર્ફે ચકો સોંડાજી ઠાકોર, ઉ.વ. 20, રહેવાસી, ઇન્દીરાનગર, નરોડા, અમદાવાદ.આરોપીને મોસાળ બાવળા થાય છે. જેથી તે તેના મામાને ઘરે રહીને માર્કેટ યાર્ડના જીએનએફસીના ગોડાઉનમાં ટ્રકમાંથી ખાતરની થેલીઓ ઉતારવાની છૂટક મજૂરી કરતો હતો. જેથી બપોર પછીની આવક તિજોરીમાં હોવાનું જાણતો હોવાથી રાતના સમયે ગોડાઉનની બાજુમાં આવેલા ઈલે. થાંભલાથી ધાબે ચડી સીડીના પતરા ખસેડી ગોડાઉનમાં ઉતરી તિજોરી તોડી મોજશોખ માટે રૂપિયાની ચોરી કર્યાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો