તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા ડાકઘરમાંથી એક માસથી ટપાલ વિતરણમાં અખાડાથી રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળામાંગૌરવપથ રોડ ઉપર આવેલી વૈશાલી સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ટપાલી દ્વારા ટપાલ આપવા નહીં આવતાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્રણ-ચાર મહિના પહેલા નિયમિત ટપાલો મળતી હતી, પરંતું એકા એક ટપાલો આવતી બંધ થઈ ગઈ હતી. રહીશોએ એક-બે મહિના રાહ જોઈ. પરંતુ ત્રણ-ચાર મહિના થવા છતા નિયમિત દર મહિને આવતા અંકો, સામાહિકો નહીં આવતાં રહીશોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જેથી વૈશાલી સોસાયટીના ચેરમેન મહોબતસિંહ ઝાલાએ સોસાયટીનું એકાઉન્ટ લખતાં નરોત્તમભાઈ ઠક્કરને સોસાયટીના નામે બાવળા પોસ્ટ ઓફિસમાંથી ટપાલો પોસ્ટ કરવાનું જણાવતાં તેમણે વૈશાલી સોસાયટીના ચેરમેન, સેક્રેટરીના નામના કવર લખીને પોતે જાતે દસ દિવસ પહેલા પોસ્ટ ઓફિસે જઈને પોસ્ટ કર્યા હતા. દસ દિવસ થવા છતા બાવળામાંથી પોસ્ટ કરેલા કવરો નહીં મળતાં પોસ્ટ ઓફિસનો અણધડ વહીવટ ધ્યાનમાં આવ્યો હતો.

જેથી વૈશાલી સોસાયટીમાં રીટાયર્ડ કર્મચારીઓ કે જેમને દર મહિને પેન્શનર સંઘમાંથી અંક મોકલવામાં આવે છે ત્યાં તપાસ કરાતં ત્યાંથી દર મહિને અંક પોસ્ટ કરવામાં આવે છે. તેવું જણાવ્યું હતું. જેથી સોસાયટીના મહોબતસિંહ ઝાલા, ગુણવંતભાઈ ઠક્કર, પ્રતાપસિંહ સગર, પ્રતાપસિંહ પરમાર વગેરે રહીશોએ પોસ્ટ ઓફિસમાં જઈને આક્રોશ ઠાલવ્યો હતો. સોસાયટી વિસ્તારમાં ટપાલી તરીકે કામ કરતાં તુષાર ભાઈ જોષીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘મને છેલ્લા મહિનાથી પગાર મળ્યો નથી. મારી પાસે જેટલી ટપાલો આવે છે તે હું આપી આવું છું.’

રહીશોએ પોસ્ટ ઓફિસમાં રજૂઆત કરી

^વૈશાલીસોસાયટીના રહીશો રજૂઆતો કરવા માટે આવ્યા હતા પરંતુ અમારી ઓફિસમાંથી દરરોજ ટપાલોનું વિતરણ કરવામાં આવે છે. છતાં અમો આજથી સોસાયટીની ટપાલો નિયમિત મળે તે માટે ધ્યાન રાખીશું, અને બાવળામાંથી પોસ્ટ કરવામાં આવેલી ટપાલો બીજા દિવસે મળી જાય છે પરંતુ તેમની ટપાલ કદાચ ભૂલથી બીજે જતી રહી હોવાનું જોઈએ. હવેથી પુરૂં ધ્યાન આપીશું. > જી.એન.ચૌહાણ,પોસ્ટઓફિસર, બાવળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો