તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલાળપુર, બાવળામાંથી બાઇકચોર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળાતાલુકાના પોલારપુર ગામે રેલવે ફાટક પાસે બોટાદ એસઓજી પોલીસને બાતમીના આધારે વોચ ગોઠવતા પાંચ વર્ષ પહેલા બોટાદમાંથી ચોરાયેલ બાઇક સાથે એક વ્યકિતની ધરપકડ કરી હતી.

મળતી માહીતી મુજબ તા.14/7/17 ને બપોરના 12.30 કલાકે બોટાદ એસઓજી પોલીસને મળેલ પુર્વ બાતમીના આધારે ઇનચાર્જ પીઆઇ બી.કે. ખાચરના માર્ગદર્શન નીચે મહાવીરસિંહ ગોહીલ, પરાક્રમ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફે બરવાળા હાઇવે પોલારપુર ગામે રેલવે ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ જણાયેલ બાઇકના ચાલક ગોપાલ રાયાભાઇ ગોરાસવા રહે. ચોકડી તા. બરવાળાની પાસે બાઇકના કાગળો માંગતા તે મળી આવતા બાઇકની ખરાઇ કરતા બાઇક પાંચ વર્ષ પહેલા બોટાદ ખાતેથી ચોરાયું હોવાનું જણાતા બાઇક સાથે ચાલક ગોપાલ રાયાભાઇ ગોરાસવાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ બરવાળા પોલીસ ચલાવી રહી છે.

આમ બોટાદમાંથી પાંચ વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો ભેદ ઉકેલવામાં બોટાદ જિલ્લા એસઓજી પોલીસ ટીમને સફળતા મળી હતી.

બાવળા: બાવળાતાલુકાના મેટાલ ગામના વિષ્ણુભાઇ શાંતુભાઇ કો. પટેલ પોતાનું બાઇક લઇને બાવળામાં આવેલી એસબીઆઇ બેંકમા કામ હોવાથી ત્યાં આવીને બેંક આગળ બાઇક પાર્ક કરીને બેંકમાં કામ ગયા હતા. કામ પતાવીને બહાર આવતા પોતાનું બાઇક ગુમ થઇ ગયેલુ હતુ.

જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરતા મળી આવ્યું હતું. જેથી તેમણે તપાસ કરતા હતા ત્યારે તેઓ સરકારી દવાખાના આગળથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઇ માણસ પોતાનું બાઇક દોરીને જઇ રહ્યો છે તે જોતા તરત તેમણે બાવળા પોલીસને બોલાવી હતી અને બાઇક ચોર પંકજ ઉર્ફે પકો દેવુભાઇ કો.પટેલ (રહે. વહાણવટી રાઇસમીલ, બાવળા)ને પોલીસે ઝડપી લઇ બાઇક કબજે કરીને ફરીયાદ નોંધી જેલના સળીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળાના પોલારપુર ગામથી બોટાદ એસઓજીએ એક બાઇકચોરને ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો જ્યારે બાવળામાં બાઇકમાલિકે ખુદ બાઇક ચોરને પકડાવ્યો હતો.તસવીર-કેતનસિંહ પરમાર,ભરતસિંહ ઝાલા

બોટાદમાંથી પાંચ વર્ષ પહેલા ચોરાએલી બાઇક મળી આવતા ગુનાનો ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...