તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળા |બાવળા તાલુકાના આદરોડા ગામમાં સરકારના લોક સ્વચ્છતા ઝુંબેશ સ્વચ્છતા

બાવળા |બાવળા તાલુકાના આદરોડા ગામમાં સરકારના લોક સ્વચ્છતા ઝુંબેશ સ્વચ્છતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા |બાવળા તાલુકાના આદરોડા ગામમાં સરકારના લોક સ્વચ્છતા ઝુંબેશ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના કાવીઠા સીટના સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ (કાભાઇ)ના હસ્તે શૌચાલયના બાંધકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સવારે પ્રાથમિક શાળા દ્વારા ગામમાં પ્રભાતફેરી કાઢીને સ્વચ્છતાના સૂત્રોચ્ચાર, બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. ઉપરાંત શૌચક્રિયા ખુલ્લામાં કરવાથી થતા રોગચાળા અંગે પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી. પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ તાલુકા વિકાસ અધિકારી દંતાણીભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારથી બળવંતસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્પેશ ગાંગાણી, સીડીપીઓ જયશ્રીબેન, આચાર્ય, ગામના સરપંચ હાજર રહ્યાં હતાં.

બાવળાના આદરોડામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...