તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા કેળવણી મંડળનો સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળાકેળવણી મંડળ સંચાલિત આ.કે. વિદ્યા મંદિરને 75 વર્ષ પુરા થતા તેનો અૃમત મહોત્સવ તેમજ એમ.સી. અમીન ગર્લ્સ સ્કુલને 25 વર્ષ પુરા તેનો રજત-જયંતી મહોત્સવની ધામધુમથી પાંચ દિવસ સુધી ઉજવણી કરાઇ હતી. ઉજવણી નિમિત્તે વર્ષ દરમ્યાન ઉજવાયેલા કાર્યક્રમ તથા કેળવણી મંડળની યશોગાથા વર્ણવતો સ્મૃતિ ગ્રંથ તૈયાર કરાયો છે. સ્મૃતિ ગ્રંથનું વિમોચન સમારોહ આ.કે. વિદ્યા મંદિરના હોલમાં ઉજવાઇ ગયો.

પ્રસંગે નિરમા યુનિવર્સિટીના વા. પ્રેસીડેન્ટ કે.કે. પટેલ, કાલપુર કો.ઓ. સહ. બેંક લી.ના ચેરમેન નવનીતભાઇ પટેલ, બાવળા કેળવણી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, ઉત્સવના કન્વિનર પ્રો. વાડીભાઇ પટેલ, મહામંત્રી અનિલભાઇ દેસાઇ, કેળવણી મંડળના હોદેદારો, કારોબારી સભ્યો, બાવળા એપીએમસીના ચેરમેન હરીભાઇ ડાભી, વાલીઓ, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાયું હતું. પ્રસંગે ધો.10, 12 માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ શિલ્ડ અને પ્રમાણપત્રો, ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો