તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • મેટાલમાં ગાયે દરવાજો તોડ્યો તેનો ઠપકો આપવા જતા મકાન માલિકના હાડકા તુટ્યા

મેટાલમાં ગાયે દરવાજો તોડ્યો તેનો ઠપકો આપવા જતા મકાન માલિકના હાડકા તુટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાં લાકડી ધારીયાથી હુમલો: પાંચ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી

બાવળાતાલુકાના મેટાલ ગામમાં ગાયે મકાનનો દરવાજો તોડી નાખતા ગાયના માલિકના ઘરે ઠપકો આપવા જતા સામેવાળા એકસપ થઈ લાકડી ધારીયાથી હુમલો કરતા પાંચ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા ત્રણને બાવળા દાખલ કરવામાં આવ્યા છે. બાવળા પોલીસમાં પાંચ વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવાતા બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાના મેટાલમાં રહેતા દિલીપભાઈ કો. પટેલ ખેતી કરી પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા મેરાભાઈ છનાભાઈ ભરવાડની ગાયે દિલીપભાઈના મકાનનો દરવાજો તોડી નાખ્યો હતો. જેથી દિલીપભાઈના પત્ની જશીબેન, પ્રવિણભાઈ, નરેશભાઈ રંજનબેન કિશનભાઈ જશીબેન વગેરે મેરાભાઈ ભરવાડના ઘરે ઠપકો આપવા ગયા હતા. તમારી ગાયે અમારા મકાનનો દરવાજો તોડી નાખ્યો છે તેમ કહેતા સામ સામે બોલાબોલી અને ગાળાગાળી થતા ભરવાડોએ અેકસંપ થઈ લાકડી ધારીયાથી ગેરકાયદેસર મંડળી રચી મારી નાખવાના ઈરાદેથી હુમલો કરતા પ્રવિણભાઈ નરેશભાઈ અને રંજનબેનને માથાના ભાગે લાકડી તથા ધારીયા વાગવાથી ગંભીર ઈજાઓ થતા તેઓને બાવળાની ખાનગી હોસ્પિટલમાં લાવી દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે કીશનભાઈ અને જસીબેનને લાકડીઓને મુઢ માર વાગ્યો હતો. ગામ લોકોએ ભેગા થઈ જતા વધુ મારથી છોડાવ્યા હતા. અને બાવળા પોલીસને જાણ કરતા બાવળા પોલીસ તાત્કાલીક ઘટના સ્થલે પહોંચી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જસીબેન દિલીપભાઈ કો. પટેલે બાવળા પોલીસમાં મેરાભાઈ છનાભાઈ મહેલુભાઈ જીવણભાઈ વિક્રમભાઈ કમશીભાઈ કમશીભાઈ રયાભાઈ, કરમણભાઈ રયાભાઈ તમામ ભરવાડ ઉપર મારી નાખવાથી મારક હથિયારથી હુમલો કરી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબતે બાવળા પોલીસ સ્ટેશનના પીએસઓને બનાવની હકિકત આપવા જણાવતા માહિતી નહીં આપવાના બહાના હેઠળ જણાવ્યું હતું કે તે બાબતની મને કોઈ જાણ નથી. હું કાઈ જાણતી નથી.

અન્ય સમાચારો પણ છે...