તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં કરાર આધારીત કર્મીઓનું ટીડીઓને આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકા પચાયતમાં 11 માસના કરાર આધારિત કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન, સમાન નોકરીની સુરક્ષા ની માંગણી સાથેનું બાવળાના ટી.ડી.ઓ. ને આવેદનપત્ર આપ્યું હતું.

બાવળાની તાલુકામાં સરકારી ઓફીસોમાં તાલુકા પંચાયતમાં 11 માસના કરાર આધારીત કામ કરતાં નરેગા યોજના, ઈન્દીરા આવાસ યોજના, સ્વચ્છ ભારત મીશન, વોટર સેડ અને મિશન મંગલમ યોજનાના કર્મચારીઓએ બાવળાના તાલુકા વિકાસ અધિકારી એન. આર.ડોડીયા ને સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષાની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા બ્રિજેશ મહેતા, હાર્દિક પ્રજાપતિ, નજરૂદીન વ્હોરા, ઈસ્માદ્ખાન પઠાણ, રાજુભાઈ ઝાલા, તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ટી.ડી.ઓ.એ. આવેદનપત્ર સ્વીકારીને ઉચ્ચ અધિકારીને મોકલી આપવાની ખાત્રી આપી હતી.

કરાર આધારિત કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન, સમાન નોકરીની સુરક્ષા ની માંગણી સાથેનું બાવળાના TDOને આવેદનપત્ર આપ્યું હતું.તસવીર-ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો