તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હક અને ન્યાય માટે લડત ચલાવવા સમાજ મેદાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત સમાજે ગોંડલથી ગાંધીનગર દલિત ક્રાંતિ રથનું પ્રસ્થાન કરાવ્યું

ગોંડલશહેર તાલુકા દલિત સમાજ દ્વારા દલિત સમાજના હક્ક અને ન્યાય માટે ગોંડલથી ગાંધીનગર સુધી કાઢવામાં આવેલ દલિત ક્રાંતિ રથનું સવારે ગોંડલથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બે દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં ફરી 1 ઓક્ટોબરે મુખ્યમંત્રીને આવેદન પાત્ર પાઠવશે.

દલિત ક્રાંતિ રથ સવારના સુમારે ભગવતપરા આંબેડકર નાગરથી નીકળ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં દલિત સમાજ જોડાયો હતો, કડિયા લાઈનમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી ગાંધીનગર તરફ પ્રસ્થાન કર્યું હતું. ગોંડલના પાસના કાર્યકરો દ્વારા દલિત ક્રાતિરથનું સ્વાગત કરાયું હતું. રથ બે દિવસ રાજકોટ, ટંકારા, મોરબી, વાંકાનેર, ચોટીલા, લીમડી, બગોદરા, બાવળા, સરખેજ ચોકડી થઇ ગાંધીનગર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...