બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:40 AM IST
Bavla - બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ
બાવળા તાલુકાના બગોદરામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાવળા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસપ્રસંગે સ્વચ્છતા મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હી સેવા હે નો કાયેક્રમ યોજાઇ ગયો. જેમાં આરોગ્ય કેન્દ્રના કંમ્પાઉન્ડમાં ભાજપના કાર્યકરો દ્વારા સફાઇ કરવામા આવી હતી. આ પ્રસંગે બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ મેર, મહામંત્રી નિર્મળસિંહ વાઘેલા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી મયુરભાઈ ડાભી, યુવા મોરચા તાલુકા પ્રમુખ સિદ્ધરાજસિંહ સોઠા, પૂર્વ મહામંત્રી ઇશ્વરભાઈ મકવાણા, આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર, સ્ટાફ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

X
Bavla - બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી