દર 100 સગર્ભામાંથી 16 સ્ત્રીઓ ડાયાબિટીશનો શિકાર બની શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકા હેલ્થ ઓફીસના હોલમાં સગર્ભાવસ્થામાં જોવા મળતા ડાયાબીટીશના રોગની જાણકારી બાબતે માર્ગદર્શન આપતી તાલીમનું આયોજન કરાયું છે. તાલીમ કાવીઠા, નાનોદરા, શિયાળ અને ગાંગડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોને તબકકાવાર તાલીમ આપવામાં આવશે.

તાલીમમાં GMERS મેડીકલ કોલેજ સોલના આસી. પ્રોફેસર ડો. મનિષ રાણાએ જણાવ્યું હતું કે ડાયાબીટીશથી દર 6 સેકન્ડે એક વ્યકિતનું મૃત્યુ થાય છે. જેથી તેમણે ડાયાબીટીશ રોગની વિવિધ જાણકારી આપી તેને અંકુશમાં રાખવાના ઉપાયો વિશે માહીતી આપી હતી.

તા.હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણીએ જણાવ્યું કે સગર્ભાવસ્થામાં કાળજી ના રાખવામાં આવે તો દર 100 સગર્ભાએ 16 થી 17 સગર્ભાઓ રોગનો શિકાર બની શકે છે. કાવિઠા પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. રાકેશ મહેતાએ ડાયાબીટીશ રોગ બાબતે તમામ કર્મચારીઓ, આશાબહેનોને રોગ વિશેની માહીતી આપી હતી.

તસવીર - ભરતસિંહ ઝાલા

બાવળામાં ડાયાબીટીશ અંગે તાલીમ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...