તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાવળાના િવસલપુર સ્કૂલનું ગૌરવ

બાવળાના િવસલપુર સ્કૂલનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાના િવસલપુર સ્કૂલનું ગૌરવ

બાવળા| વિસલપુરનીતલકચંદ ઝબકબા સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓે તાલુકાકક્ષાની યોજાયેલી એથ્લેટીકસ સ્પર્ધામાં પરમાર વિશાલ એસ. 100 મીટર, 200 મીટર અને 5000 મીટર દોડમાં પ્રથમ ક્રમે, ઊંચીકૂદમાં અને 400 મીટર દોડમાં કો.પટેલ ચેતન એસ. પ્રથમક્રમે, ચક્રફેંક, બરછીફેંકમાં ડાભી સંજય ટી., બીજાક્રમે અને ગોળાફેંકમાં ત્રીજા ક્રમે, ઊંચી કૂદમાં પરમાર રઇશ મહંમદે બીજા ક્રમે આવીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ હતુ. જેથી શાળાના આચાર્ય દેવેન્દ્રભાઇ શાહ, વ્યાયામ શિક્ષક અલ્પેશભાઇ પટેલ તથા સ્ટાફે અભિનંદન આપ્યા હતા.

ચાચરાવાડી વાસણાથી પગપાળા સંઘ રવાના

બાવળા|બાવળા-સરખેજહાઇવે ઉપર આવેલા ચાચરાવાડી વાસણા ગામથી ભાવનગર (રાજપરા)માં આવેલા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા સંઘ રવાના થયો છે. પગપાળા સંઘનું આયોજન ગામના ભરતભાઇ પટેલ, ચીનુભાઇ પટેલ, મોતીભાઇ ભરવાડ, મુકેશભાઇ પટેલ, પપ્પુભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. પગપાળા સંઘ વહેલી સવારે ગામમાંથી પર ગજની ધજા અને માતાજીની પુજા, અર્ચના, આરતી કરી ઢોલનગારા સાથે જય માતાજી, જય ખોડીયારમાના નાદ સાથે 80-90 યાત્રીકો પગપાળા જવા રવાના થયા હતા. પગપાળા સંઘ નકકી કરેલી જગ્યા ઉપર રોકાણ કરીને 10 તારીખે ભાવનગર ખોડીયાર મંદિરે પહોંચી જશે. 11 તારીખે સવારે ધજાની પુજા-અર્ચના, હવન કરીને પર ગજની ધજા ચડાવીને સંઘ ચાચરાવાડી વાસણા પરત ફરશે.

બોટાદમાં સુરક્ષાસેતુ દ્વારા કાર્યક્રમ

બોટાદ|બોટાદમાં પાળીયાદ રોડ પર આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂર્તિ‌ વિધાલયમાં ધોરણ થી ૧૨ કોમ‌ર્સ અને સાયન્સના વિધાર્થીઓને મોરબી એલસીબી પીએસઆઇ જયેશ ધોળા દ્વારા સુરક્ષાસેતુ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારકીર્દી પ‌ર્સનાલીટી ડેવલોપમેન્ટ પોલીસ કારકીર્દી માર્ગદર્શન વિવિધ કારકીર્દી ક્ષેત્રોને માહીતી તથા જીવન સિધ્ધાંત મુલ્ય વગેરે જેવી માહિ‌તીઓ આપી વિધાર્થીઓએ ઉત્સાહપુર્વક સમગ્ર કાર્યક્રમ સાંભળી પોતાના મંતવ્યો રજુ કર્યા હતાં. પીએસઆઇ દ્વારા વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી યોજી તેઓને પ્રોત્સાહિ‌ત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર વિનોદભાઇ કાલસરીયા ઇન્ચાર્જ બીપીનભાઇ પટેલ તથા સુપરવાઇઝર ગેલાભાઇ જાદવ અને શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા ંહતા

મોગલધામમાં શરદપૂર્ણિમાની ઉજવણી

બાવળા|બાવળા-બગોદરાહાઇવે