તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરક્ષકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા દલિત સમાજે માંગ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં રહેતા રોહીત સમાજના 6 યુવકો અને એક મહિલા ઉપર ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઇને ઢોરમાર મારી જાહેર અત્યાચાર ગુજાર્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર અનુસુચિત જાતિઓના સમાજમાં અને ખાસ કરીને રોહીત સમાજમાં પડયા છે.

સંદર્ભે બાવળામાં આવેલા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ગ્રુપ દ્વારા બાવળાના મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પણ મામલતદાર હાજર નહી હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું હતું કે અસામાજીક તત્વો દ્વારા ગરીબ અનુસુચિત જાતિના લોકો અત્યાચાર સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરીવારોને જરૂરી પોલીસ રક્ષણ આપવામાં આવે, પ્રકારના અત્યાચારના બનાવો ફરીથી બને તે માટે આરોપીઓ સામે સખત કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. પ્રસંગે મનુભાઇ ચૌહાણ (પીએચ), સોમાભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ ચૌહાણ, રમેશભાઇ ચૌહાણ, ગોપાલભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ પરમાર ઉપરાંત મોટીસંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા.

દલિત સમાજે બાવળા ના. મામલતદારને આવેદનપત્ર આપી ઉના તાલુકાની ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ પગલાં લેવાની માગ કરી. તસવીર- ભરતસિંહ ઝાલા

રોહિત સમાજ દ્વારા દલિત અત્યાચારનો વિરોધ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો