તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાડવેલ પાસે ચેકીંગમાં કાર ઊભી રહેતાં પોલીસનું ફાયરિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંકચ્છ બોર્ડર પરથી 10 પાકિસ્તાની આતંકવાદી ઘુસ્યા હોવાના પગલે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસે વાહનચેકીંગમાં ઉભેલ પોલીસના જવાનોએ એક કારને બેટરીની લાઈટ મારી ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે પોલીસજવાનો ઉપર ચઢાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસના જવાનો ખસી જતાં ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ ડાકોર તરફ ભાગી ગયો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી તેને ઉભા રહેવા હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી મહુધા ટી પોઈન્ટ નજીક હંકારતાં પોલીસે કરેલા બીજા રાઉન્ડ ફાયરીંગમાં ડ્રાયવર સાઈડની બાજુમાં બેઠેલા એક ઈસમને જમણા હાથના બાવળા ઉપર ગોળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફાયરીંગ થતાં ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખતાં પોલીસે ગાડીમાં બેઠેલા ઈજાગ્રસ્ત સહિત ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઈજાગ્રસ્ત ઈસમને ડાકોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સંદર્ભે ડાકોર પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત બોર્ડર પરથી 10 આતંકવાદીઓ પાિકસ્તાનથી ઘુસ્યા હોવાના અહેવાલના આધારે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. સોમવારે શિવરાત્રીનો તહેવાર હોય, ધાર્મિક સ્થળોને આતંકવાદીઓ પોતાનું નિશાન બનાવતા હોવાથી સમગ્ર રાજ્યના યાત્રાધામના દેવમંદિરોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે-સાથે સમગ્ર િજલ્લામાં કોમ્બીંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે સંદર્ભે ખેડા િજલ્લા એલ.સી.બીના એ.એસ.આઈ સરફરાજહુસેન પોતાના સ્ટાફ સાથે કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસે વાહનચેકીંગમાં સ્થાનિક પોલીસ સાથે ઉભા હતા. દરમિયાન રાત્રીના સમયે કપડવંજ તરફથી એક સફેદ કલરની ટેક્સી પાર્સીંગની એક કાર આવતાં પોલીસે બેટરીની લાઈટે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો.

ગાડીના ચાલકે પોતાની ગાડી બેફિકરાઈ અને પુરઝડપે હંકારી વાહનચેકીંગમાં ઉભેલ પોલીસ ઉપર ગાડી ચલાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ રોડની સાઈડમાં ખસી જતાં ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ ડાકોર તરફ નાસી છુટ્યો હતો. ગાડીમાં ચાર માણસો બેઠેલ હોય, પોલીસને શક જતાં તેઓએ ગાડીનો પીછો કર્યો હતો. દરમિયાન અજાણ્યા ગાડીચાલકે પોતાની ગાડી ડાકોર તરફ હંકારી મુકતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ તે ગાડી ડાકોર ગાયોના વાડા નજીક આવતાં પોલીસે તેને ઉભો રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી નહીં ઉભી રાખી પોલીસની ગાડીને ટક્કર મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ ડ્રાયવરે પોતાની જીપ સાઈડમાં લઈ લીધી હતી. દરમિયાન એ.એસ.આઈ સરફરાજ હુસેને પોતાની સર્વિસ િરવોલ્વરમાંથી વોર્નીંગ માટે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે પોતાનું વાહન નહીં ઉભુ રાખી પોલીસને પડકાર ફેંક્યો હતો. જેથી પોલીસે ડ્રાયવર સાઈડના આગળના ટાયરને બર્સ્ટ કરવા સારૂં બીજો રાઉન્ડ ફાયર કરતાં ગાડીના ડ્રાયવર સાઈડનો કાચ તુટી જતાં ચાલકે પોતાની ગાડી આગળ દબાવી ઉભી રાખી હતી.

દરમિયાન પોલીસે ગાડીને કોર્ડન કરી ગાડીમાં બેઠેલા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ડ્રાયવરની બાજુમાં આગળની સીટ પર બેઠેલા એક ઈસમને સર્વિસ રિવોલ્વરની ગોળી જમણા હાથના બાવળા ઉપર વાગી હતી. પોલીસે ઘવાયેલા ઈસમને તાત્કાિલક સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બરોડા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સંદર્ભે એ.એસ.આઈ સરફરાજહુસેનની ફરિયાદના આધારે ડાકોર પોલીસે કારના ચાલક સહિત ચાર ઈસમો વિરૂદ્ધ સરકારી કર્મચારીઓ ઉપર ગાડી નાંખી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ એલ.સી.બી પોસઈ જે.આર.પટેલ ચલાવી રહ્યા છે.

પોલીસે ફાયરીંગ કરતાં ગાડીમાં ડ્રાયવરની બાજુમાં બેઠેલા એક ઈસમને જમણા હાથના બાવળા ઉપર ગોળી વાગી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પરમાર (રહે.હરિપુરા, બોરીઆવી, તા.જી.આણંદ), ગાડીનો ચાલક વિહતસિંહ નટવરસિંહ સોલંકી (રે.સેક્ટર-30, મકાન નં.93/3, ગાંધીનગર)ની અટકાયત કરી હતી. જ્યારે ગાડીમાં બેઠેલા અન્ય બે ઈસમો ફરાર થઈ ગયા હતા.

કારટેક્સી પાર્સીંગની હતી

પોલીસેલાડવેલ ચોકડી પાસે વાહનચેકીંગ દરમિયાન એક કારને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી નહીં ઉભી રાખી પોલીસને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ટેક્સી પાર્સીંગની હતી. જે પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાડીિડટેઈન થવાની બીકે ગાડી હંકારી

નડિયાદ.એસ.ઓ.જીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસે વાહનચેકીંગ દરમિયાન ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ગાડીના ચાલક વિહતસિંહ સોલંકી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ તથા ગાડીના કાગળો હોવાથી પોલીસ પોતાની ગાડી િડટેઈન કરશે તે બીકે તેણે ગાડી ડાકોર તરફ હંકારી મુકી હતી. જેથી પોલીસને મળેલ હાઈએલર્ટના પગલે ગાડીમાં કંઈક શંકાસ્પદ ચીજવસ્તુ હોય અને મંદિરને ટાર્ગેટ બનાવે તેથી પોલીસે તેનો પીછો કરી તેને ઉભી રાખવા માટે હવામાં ફાયરીંગ કર્યુ હતું. પરંતુ ગાડી ઉભી રાખતાં પોલીસને બીજો રાઉન્ડ ફાયર કરતાં ડ્રાયવરની બાજુમાં બેઠેલા ઈસમને ગોળી વાગી હતી. જેથી ગાડી ઉભી રાખતાં ગાડીમાં બેઠેલા અન્ય બે ઈસમો ફરાર થઈ ગયા હતા.

પોલીસે ઝડપેલ બે ઇસમ, બે ફરાર

અન્ય સમાચારો પણ છે...