• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળામાં ગેસ ગળતરથી આંખોમાં બળતરા, શ્વાસ રુંધાવાની ફરિયાદો : બે સારવાર હેઠળ

બાવળામાં ગેસ ગળતરથી આંખોમાં બળતરા, શ્વાસ રુંધાવાની ફરિયાદો : બે સારવાર હેઠળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાંમાર્કેટયાર્ડ સામે આવેલા દશામાના મંદિર પાસે આવેલી શ્રીનાથ આઇસ ફેકટરીમાંથી બે દિવસ પહેલા કોઇ ઝેરી ગેસ લીકેજ થવાથી આસપાસના વિસ્તારના રહેવાસીઓને અચાનક આંખોમાં બળતરા શરૂ થવા પામી હતી.

શરીરમાં બળતર બળવાનું શરૂ થઇ ગયુ હતુ. શ્વાસ રૂધાવાનું શરૂ થયુ હતુ. અને સંગીતાબેન રમેશભાઇ, પુરીબેન જીગ્નેશભાઇ, અને બે વ્યકિતઓને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ જવા પડયા હતા. સંગીતાબેન સારવાર હેઠળ છે. જેથી વિસ્તારમાં ભારે અંધાધુધી ફેલાઇ જવા પામી હતી. જેથી વિસ્તારમાં લોકોને રહેવુ મુશ્કેલ થઇ જવા પામ્યુ છે અને પ્રકારના બનાવો ભૂતકાળમાં પણ બની ગયા છે. સમસ્યા કાયમી બની જવા પામી છે.

જેથી ગેસ ગળતર દિવસ દરમિયાન થવાથી જાનહાની ઓછી થવા પામી છે. પણ જો કદાચ રાત્રિના સમયે થયો હોત તો મીની ભોપાલ ગેસ કાંડ જેવો અનિચ્છનીય બનાવ બની શકવાની સંભાવના રહેલી છે.

જેથી બાબતને ગંભીરતાથી લઇ આઇસ ફેકટરીને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને અસર ગ્રસ્તોને વળતર ચુકવવામાં આવે અને ફેકટરી માલીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે વિસ્તારના રહીશોએ બાવળામંા રેલી કાઢીને મામલતદાર એ.જી. સોલંકીને આવેદનપત્ર આપ્યુ હતું.

આવેદનપત્ર માટે દીનેશભાઇ કે. ઠાકોર, બળદેવભાઇ ઠાકોર, રાકેશભાઇ પગી તેમજ વિસ્તારના યુવાનો, મહિલાઓ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપ્યું. તસવીર- ભરતસિંહ ઝાલા

ફેકટરી માલીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રહીશોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યુ

શ્રીનાથ આઈસ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયાનો આક્ષેપ : અંધાધૂંધી ફેલાઈ

અન્ય સમાચારો પણ છે...