તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • અમરનાથ યાત્રાળુ ઉપર થયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું

અમરનાથ યાત્રાળુ ઉપર થયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાંઅમરનાથ યાત્રાળુ ઉપર આતંકવાદીઓએ કરેલા હિંચકારી હુમલો કર્યો હતો. જેમાં સાત યાત્રાળુઓના મોત થવા પામ્યા છે. પાકીસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ કરેલા કાયરતા પુર્વકના હુમલાથી દેશના સવાસો કરોડ ભારતીયોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા આતંકવાદીઓને. પકડીને કડકમાં કડક સજા કરવા માટે બાવળાના જાગૃત નાગરીકોએ મામલતદાર એ.જી. સોલંકીને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્ર આપવા માટે રાકેશભાઇ પગી, અતુલભાઇ ઠાકોર, અશોકભાઇ પટેલ ભરતસિંહ પરમાર તથા યુવાનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. બોટાદમાં યોજાયેલ પુતળા દહન કાર્યક્રમમાં હરિહરભાઇ જોષી, વનરાજભાઇ ખેર, પ્રકાશભાઇ સોનાગરા, વૈભવભાઇ વસાણી, રાહુલભાઇ, અરવિંદભાઇ, ગૌતમભાઇ ખસીયા, હરેશભાઇ ધાધલ, સહિતના હાજર રહ્યાં હતાં.

બાવળા અને બોટાદમાં હુમલા વિરોધમાં આવેદન પત્ર તેમજ પુતળા દહન કરવામાં આવ્યું. તસવીર- ભરતસિંહ ઝાલા, ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...