તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • રજોડા ગામના જમીન કૌભાંડમાં પૂર્વ MLA સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

રજોડા ગામના જમીન કૌભાંડમાં પૂર્વ MLA સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાના રજોડા ગામના ખેડૂતની જમીનમાં તેમના પિતાની વારસાઇમાં ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરી રાજકીય વગ વાપરીને જમીનમાં નામ દાખલ કરાવી લીધુ હોવાથી અન્યાય થતાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પિતરાઇ ભાઇ ખેડૂતે બાવળા પોલીસમંા ત્રણ વ્યકિત સામે શુક્રવારની સાંજે ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બાવળા તાલુકાના રજોડા ગામમાં સરવે નં.586, 687, 691 પૈકીની જમીન ચતુરભાઇના સ્વ. પિતા જીવાભાઇ વણકરે ગણોતધારા હેઠળ વેચાણ દસ્તાવેજથી ખરીદી જમીન માલિક બન્યા હતા. જીવાભાઇને સાત સંતાનો વારસાઇમાં આવતા હોવાથી તેમના મૃત્યુ બાદ વારસાઇનો પ્રશ્ન ઊભો થયો હતો. પાંચ સંતાનો નોકરી- ધંધા માટે બહાર ગામ રહેતા હતા. બે નાના ભાઇઓ ગામમાં રહેતા હતા. આ વારસાઇનું કામ જીવાભાઇના મોટાભાઇ રામાભાઇના પુત્ર જે ભાજપના બાવળાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ લકુમને સોંપવામાં આવ્યું હતું.

જીવાભાઇનું મૃત્યુ 1989માં થયુ હતું. વારસાઇનું કામ સોંપતા કોરા કાગળમાં ફરીયાદી ચતુરભાઇ તેમના ભાઇ કનુભાઇની સહી કરી આપી હતી. આ સહીઓનો દુર ઉપયોગ કરીને તેમજ પરસોતમભાઇ જીવાભાઇ, કમળાબેન જીવાભાઇ, શાંતાબેન જીવાભાઇ, ગોમતીબેન જીવાભાઇના ખોટી સહીઓ અને અંગુઠાના નિશાનો કરી અથવા બીજા દ્વારા કરાવી ખોટી હક કમીની નોંધ નં. 3647 થી તા.4/3/1989 થી પડાવીને તે જ દિવસે આ જમીનમાં આરોપી કે તેમના વડીલોનો કોઇ હકક- હિસ્સો ના હોવા છતાં કાંતિભાઇ જીવાભાઇ, મનુભાઇ જીવાભાઇ અને મફતભાઇ ટોયાભાઇની ખોટી રીતે જમીન પડાવી લેવાનું કાવતરૂ રચીને ખેડૂત ખાતેદાર બનવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ રામાભાઇ લકુમ, ખાનાભાઇ રામાભાઇ લકુમે પોતાના ખોટા નામો દાખલ કરાવી હતી.

અનુસંધાન પેજ નં. 3 ઉપર...

સીટની તપાસ બાદ ફરિયાદ નોંધવા ઓર્ડર કરાયો હતો
ઉલ્લેખનીય છે કે ફરિયાદી ચતુરભાઇએ જમીનમાંથી ખોટા નામો દૂર કરવા ધોળકાનાં નાયબ કલેક્ટર સમક્ષ અપીલ નં.124/13 દાખલ કરી હતી. જે નામંજૂર કરવામાં આવી હતી. જેથી તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રિવીઝન અરજી 522/15થી દાખલ કરી હતી. કલેક્ટરે પણ નાયબ કલેકટર, ધોળકાનાં હુકમને સમર્થન આપી 31મી માર્ચ 2017ના રોજ કાઢી નાંખી હતી. ત્યારબાદ જરૂરી પુરાવા સાથે સીટમાં રજૂઆત કરી હતી. જે તપાસના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માર્ચ-2018માં ચતુરભાઇએ સરકારને લેખિત અરજી કરીને કહ્યું હતું કે જો તારીખ 15મી એપ્રિલ 2018 સુધીમાં કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ પોતાના દેહનો અંત લાવશે. તે વખતે પોલીસે તેમને બોલાવી સમજાવીને જવાબો લખાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...