Home » Madhya Gujarat » Ahmedabad District » Bavla » Bavla - પાંચ તાલુકાના ખેડૂતો પાણી મુદ્દે શનિવારથી ઉપવાસ પર ઉતરશે

પાંચ તાલુકાના ખેડૂતો પાણી મુદ્દે શનિવારથી ઉપવાસ પર ઉતરશે

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:11 AM

Bavla News - ગાંધીનગરથી નિરાશા મળતા ખેડૂત પ્રતિનિધિ મંડળનો નિર્ણય

  • Bavla - પાંચ તાલુકાના ખેડૂતો પાણી મુદ્દે શનિવારથી ઉપવાસ પર ઉતરશે
    વરસાદ ખેંચાતા ડાંગરના પાકને બચાવવા માટે અમદાવાદ જિલ્લાનાં પાંચ તાલુકામાંથી પસાર થતી ફતેવાડી કેનાલમાં નર્મદાનું પાણી છોડવા, ઉપરોક્ત કેનાલને કમાન્ડ એરિયામાં સમાવેશ કરવાની માગ સાથે ખેડૂત પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને મળી રજૂઆત કરી હતી. જોકે, ઉચ્ચકક્ષાએ રજૂઆત કર્યા બાદ પણ કોઇ સંતોષકારક જવાબ ન મળતાં 15મી સપ્ટેમ્બરથી બાવળા ખાતે પાંચેય તાલુકાના ખેડૂતો પ્રતિક ઉપવાસ ઉપર બેસશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, દસક્રોઇ અને વિરમગામ તાલુકાના ખેડૂતોએ તાજેતરમાં મહા બેઠક યોજી હતી. જેમાં ફતેવાડી કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડવા સહિતના વિવિધ મુદ્દે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને જઇ રજૂઆત કરવા અંગે નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે મંગળવારે પાંચેય તાલુકાના ખેડૂતોનું પ્રતિનિધ મંડળ ગાંધીનગરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં ખેડૂત અગ્રણી કાનભા ગોહેલ, બળ‌વંતસિંહ પઢેરિયા, આત્મારામભાઇ (ફાંગડી), રમેશભાઈ (ગોકળપુરા), મહાદેવભાઈ કો.પટેલ, સવજીભાઈ (ઝાંપ), રામજીભાઈ (ઉપરદળ) સહિત પાંચય તાલુકાના ના 25 જેટલા ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા ગયા હતા પરંતુ ભુપેન્દ્રસિંહ હાજર નહીં હોવાથી તેમના પીએને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂબરૂ મળીને લેખિતમાં આવેદનપત્ર આપીએ ડાંગરના પાકને બચાવવા માટે તાત્કાલિક 500 કયુસેકની જગ્યાએ 1100 કયુસેક પાણી છોડવા તથા ફતેવાડી કેનાલને કાયમી નર્મદા કમાન્ડ એરીયામાં સમાવી લેવા રજુઆત કરી હતી. પરંતુ નીતિનભાઇ એ બે જ મિનીટનો સમય આપીને સંતોષકારક જવાબ નહીં આપતા ખેડૂતો નારાજ થયા હતા અને પુરતી રજુઆત પણ સાંભળી ન હતી અને કહ્યું હતું કે તમે નર્મદાના કમાન્ડ એરીયામાં આવતા નથી. જેથી પાણી તમને મળે તેમ નથી.

    નાયબ સીએમએ યોગ્ય જવાબ ન આપ્યો

    અમારું પ્રતિનિધિ મંડળ નાયબ મુખ્યમંત્રીને મળવા ગયુ હતુ. પરંતુ નીતિનભાઇ પટેલે યોગ્ય પ્રતિભાવ આપ્યો નહતો અને કહ્યું હતું કે તમે નર્મદાના કમાન્ડ એરીયામાં આવતા નથી એટલે તમને પાણી નહીં મળે.જ્યારે ઉપરદળના રામજીભાઇએ નીતિનભાઇને બે હાથ જોડીને પાણી છોડવા અને નર્મદામાં સમાવવા આજીજી કરી હતી. પરંતુ તેઓએ આંખ આડા કાન કરીને સામુ જોયા વગર નીકળી ગયા હતા. જેથી શનિવારથી નક્કી કર્યા મુજબ ખેડૂતો પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ કરશે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે. બળવંતસિંહ પઢેરીયા,ખેડૂત અગ્રણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ