બાવળામાં રામદેવપીરના નવરાત્રિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ

Bavla - બાવળામાં રામદેવપીરના નવરાત્રિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:11 AM IST
બાવળા| બાવળામાં હાઇવે ઉપર આવેલા રામદેવપીરના મંદિરે નવરાત્રિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ થયો છે. મંદિરને તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળવારે મંત્રોચ્ચાર સાથે કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું. વિધિમાં નારણભાઇ પ્રજાપતિ અને મંદિરના ભકતોએ મોટીસંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. મંદિરે ધજા પણ ચડાવવામાં આવી હતી. રાત્રે બાપા સીતારામ મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલવવામાં આવી હતી. નવરાત્રિ મહોત્સવ દરમિયાન 18 તારીખે બાવળામાં ઠાકોરવાસમાં આવેલા ખોડાજી ઠાકોરના ઘરેથી બેન્ડવાજા સાથે રામદેવપીરના નેજા સાથે નગરયાત્રા નીકળશે. 19મીની રાત્રે 12 વાગે રામદેવપીરનો જન્મોત્સવ ઉજવાશે. આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભકતોને દર્શનનો લાભ લેવા પુજારી વિષ્ણુભાઇ અને નવીનભાઇએ જણાવ્યું હતું.

X
Bavla - બાવળામાં રામદેવપીરના નવરાત્રિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી