ધોળકાના ગણપતિપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન શનિવારે 1008 લાડુનો હવન

આજ રાતથી મેળાની રંગત જામશે : મેળાના માણીગરોની સુરક્ષા માટે પોલીસ તૈનાત

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:10 AM
Bavla - ધોળકાના ગણપતિપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન શનિવારે 1008 લાડુનો હવન
ધોળકા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ગણપતિપુરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી 35મો ગજાનન મહોત્સવનો પ્રારંભ થયો છે. જે નિમિત્તે 22 મીએ શનિવારે સવારે 9 થી 5 વાગ્યા સુધી 1008 લાડુનો વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવશે. જ્યારે 23 મીએ સવારે 11.30 વાગે ગણપતિપુરાથી કોઠ ગામ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને તેજ દિવસે સાંજે 4 વાગે જળ સમાધી એટલે દાદાને જીવન હૃદયમાં કાયમી સ્થાન આપવાનો સંકલ્પ થશે.

મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે નામ-અનામી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. 1008 લાડુના હવન (યજ્ઞ) માં યજમાન તરીકેનો લાભ લેવા મટો ગુરુવારે સવારે નવ વાગે મંદિરમાં ઉછામણી રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4 ને રવિવારે હાથેલમાંથી જમીનના કરેડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ, કેડે કંદોરા સાથે પ્રગટ થઇ હતી. તે દિવસે કોઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં દાદાની મૂર્તિ લઇ જવા માટે વિખવાદ થયો હતો.

ત્યાર પછી મૂર્તિ ગાડામાં ચડાવી હતી અને દાદાને જયાં ઇચ્છા હોય ત્યાં વગર બળદે ગાડું ઉભું રહેશ ત્યાંથી વગર બળદે ગાડું ચાલ્યું અને ગણપતિપુરાના ટેકરે ઉભું રહ્યું ત્યાં ભરવાડ દુદો અને ગોકળની શકિત માતાની સ્થાપના કરી હતી.

અનુસંધાન પાના નં. 3 પર...

ગણેશ ચતુર્થીને લઇ હાલ મંદિરને રોશનીથી શણગાર કરાયો છે. જ્યારે ભક્તની ભીડને ધ્યાનમાં રાખી બંદોબસ્ત ગોઠ‌વી દેવાયો છે.

X
Bavla - ધોળકાના ગણપતિપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન શનિવારે 1008 લાડુનો હવન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App