ચોરીના બે બાઇકો સાથે બે વાહનચોર જેલ હવાલે

બગોદરા-રોહિકા ચોકડીથી આરોપીઓ ઝડપાયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
ચોરીના બે બાઇકો સાથે બે વાહનચોર જેલ હવાલે
બાવળા-બગોદરા હાઈવે પર આવેલી રોહિકા ચોકડી પાસે બગોદરા પોલીસના પી.એસ.આઈ.એસ.એમ.જાડેજા તથા સ્ટાફ હાઈવે ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન બાવળા તરફથી બાઈક લઈ આવતા બે ઈસમોને શંકાના આધારે ઉભા રખાવીને તપાસ કરતાં બાઇકમાં નંબર પ્લેટના હોવાથી બાઈક વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી મળતા પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરી હતી.જેથી આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આ બાઇકો ચોરીના હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે વાહનોના ચેચીસ નમ્બર ના આધારે એપ્લિકેશન દ્વારા બે બાઇકો માંથી એક બાઈક બાવળાનું અને એક બાઈક જૂનાગઢ નું હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બગોદરા પોલીસે બંને આરોપી નવઘણ મનસુખભાઇ ડાયાણી અને શૈલેષ મેરુભાઈ મટોડીયા બંને રહે ગામ-દેવપરા તા.લીમડી ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ બાવળા પોલીસના કોન્સ્ટેબલ વાધુભાઈ ચલાવી રહ્યા છે.

X
ચોરીના બે બાઇકો સાથે બે વાહનચોર જેલ હવાલે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App