બાવળા તાલુકાના કેરળા GIDCમાંથી 7 જુગારી ઝબ્બે

બાવળા | બાવળા તાલુકાના કેરાળા ગામે આવેલી જીઆઇડીસીમાં કેટલાક લોકો જાહેરમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
બાવળા તાલુકાના કેરળા GIDCમાંથી 7 જુગારી ઝબ્બે
બાવળા | બાવળા તાલુકાના કેરાળા ગામે આવેલી જીઆઇડીસીમાં કેટલાક લોકો જાહેરમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાવળા પોલીસને બાતમી મળી હતી.જે બાતમીના આધારે પી.એસ.આઇ.કે.એન.ભુકણ, કોન્સ્ટેબલ અશોકસિંહ, પ્રવિણભાઇ તથા સ્ટાફે રેડ કરતા કેટલાક લોકો ઓફિસની બહાર ગોળ કુંડાળું કરી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા.જેથી પોલીસે કોર્ડન કરીને સાત જુગારીઓને ઝડપી પાડી અંગઝડતી અને દાવ પરના થઈને કુલ 56750 રૂપીયા કબ્જે લઈ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા જુગારીઓમાં મનીષ ઉર્ફ રાજુ મણિલાલ ઠક્કર, ગૌતમ ખોડીદાસ પંચાલ (બંને રહે.બાવળા), તુષાર સુરેશભાઈ ઠાકોર, રસિક જયંતીભાઈ કો.પટેલ, પંકજ ચન્દ્રકાંતભાઈ મહેરિયા, વિક્રમ ભગવનભાઈ ઠાકોર (ચારેય રહે. કેરાળા), જક્શી અરજણભાઈ કો.પટેલ (રહે.અમથાપુરા)નો સમાવેશ થાય છે.

X
બાવળા તાલુકાના કેરળા GIDCમાંથી 7 જુગારી ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App