વરસાદ બંધ થયો છતાં બાવળાની સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાંગુરુવારની રાત્રે પાંચ ઇંચ વરસાદ ખાબકતા બાવળામંા અનેક સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. ગુરુવાર બપોર પછી વરસાદ બંધ થયો છતાં બાવળાની વેશાલી, નુરમહંમદ સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાયેલા છે.

વહીવટ તંત્ર આંટા ફેરા કરી જતુ રહે છે પરંતુ પાણીનો નિકાલ કરી શકતા નથી. બાવળામાં મોટાભાગની જગ્યાએ ફાઇટર મશીનો મુકીને પાણી ખાલી કર્યા છે પરંતુ વૈશાલી સોસાયટીમાં ફાઇટર મશીન મુકવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ અનેકવાર વહીવટ તંત્રને ફાઇટર મશીન મુકી પાણી ખાલી કરવા જણાવ્યું હતું. છતાં ફાઇટર મશીન નહીં મુકતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સોસાયટીના ઘરના દરવાજા સુધી પાણી ભરાયેલા છે.

શહેરની વૈશાલી સોસાયટીમાં ભારે પાણી હજી ભરાયા છે.

રહીશોની અનેકવારની રજૂઆત એળે ગઇ

અન્ય સમાચારો પણ છે...