તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા તાલુકામાં વિશ્વ વસ્તી પખાવાડીયાની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકા હેલ્થ ઓફીસ દ્વારા વિશ્વ વસ્તી પખાવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે બાવળામાં આરોગ્ય કર્મચારીઓની રેલી અને મહીલા સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમજ આકર્ષક પ્રદર્શન પ્રદશિત કરવામાં આવ્યું હતું.

બાવળામાં તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા વિશ્વ વસ્તી પખાવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે આરોગ્ય કર્મચારીઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને તાલુકા હેલ્થ ઓફીસથી દેત્રોજના મેડીકલ ઓફીસર ડો. સંધ્યા રાઠોડે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી બાવળાના રાજમાર્ગો ઉપર ફરી હતી.

રેલી બાદ બાવળા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે મહીલા સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દેત્રોજના મેડીકલ ઓફીસર ડો. સંધ્યા રાઠોડ, જિલ્લા આરસીએચ ઓફીસર ડો. સ્વામી કાપડીયા, જિલ્લા આઇઇસી ઓફીસર વિજય પંડિત, તા.હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણી ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને ઉપસ્થિત ડોકટરોએ વિશ્વ વસ્તી પખાવાડીયાની ઉજવણી માટે વર્ષે આપવામાં આવેલા સુત્ર નવી લહેર, નવો વિશ્વાસ, સંપુર્ણ જવાબદારીથી પરીવારનો વિકાસની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

રેલી-મહીલા સેમિનાર યોજવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...