તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • રજોડા મોડેલ સ્કુલ ખાતે આપત્તિ અને વ્યવસ્થાપન શાળા સલામતીની ટ્રેનિંગ

રજોડા મોડેલ સ્કુલ ખાતે આપત્તિ અને વ્યવસ્થાપન શાળા સલામતીની ટ્રેનિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકાની રજોડા મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કલેકટર અવંન્તિકા સીંધના આદેશ અંતર્ગત બાવળા તાલુકામંા ગુજરાત આપત્તી અને વ્યવસ્થાપન સત્તા મંડળના GSDMA આયોનજ અનુસાર બીઆરસી કો.ઓર્ડીનેટર લક્ષ્મણભાઇ ભુનોતર દ્વારા આપત્તી અને વ્યવસ્થાપન શાળા સલામતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકાની શાળાના આચાર્ય અને એક સહાયક શિક્ષકને બોલવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળામાં આવતી જુદીજુદી આપત્તીઓ જેવી કે શોર્ટસર્કીટ થાય, આગ લાગે, બાળકને વાગે, ફેકચર થાય, ચકકર આવે, કોઇ જીવજંતુ કરડે વગેરે આપત્તીઓમાં શાળામાં શિક્ષકો દ્વારા પ્રાથમિક સારવાર આપી શકે તેમજ આપત્તીથી કેવી રીતે બચી શકાય તેના માટે કયાં કયાં સાવચેતીના પગલા લેવા આવી તમામ બાબતોનું ઉંડાણ પુર્વકનું માર્ગદર્શન અને પ્રેઝન્ટેશન દ્વારા તાલીમ આપવામાં આવી હીત.

જેમાં બાવળા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયરમેન શૈલેષભાઇ ભરવાડે ટીમ સાથે હાજરી તેમજ એમનીલ ફાર્મા દ્વારા ચાલતી નિસ્વાર્થ ફાઉન્ડેશનના ડો. સંદીપભાઇ હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આપત્તી અને વ્યવસ્થાપન શાળા સલામતીનો કાર્યક્રમનું આયોજન કરાયુંં હતું.

અન્ય સમાચારો પણ છે...