તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળામાં નવા PSIની કડક કાર્યવાહીથી વેપારીઓ, નગરજનોમાં આનંદ ફેલાયો

બાવળામાં નવા PSIની કડક કાર્યવાહીથી વેપારીઓ, નગરજનોમાં આનંદ ફેલાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાશહેરમાં માથાના દુખાવા સમો મુખ્ય પ્રશ્નોના હલ નવા આવેલા પીએસઆઇ એ.બી. વોરાએ ઉકલેની કડક કાર્યવાહી કરતા બાવળાના વેપારીઓ, રાહદારીઓ, વાહનચાલકો અને નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આવી કડક કાર્યવાહી ચાલુ રાખે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

બાવળા શહેરમાં વર્ષોથી મુખ્ય રોડ-રસ્તા ઉપર ખાસ કરીને સરકારી દવાખાના આગળના ચાર રસ્તા, હાઇસ્કુલ સર્કલ, ઢેઢાળ ચોકડી, નવી બજારનો ઢાળ, સ્ટેશન રોડ, ટાવર ચોક, નવી બજાર વિસ્તારમાં શટલ રીક્ષા ચાલકો અને છુટક લારીઓ વાળા અડધાથી પણ વધારે રોડ ઉપર તેઓનો અડ્ડો જમાવતા હતા.

તમામ જગ્યાઓ ઉપરથી દબાણો દુર કરવા અનેક વખત નગરપાલિકા, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરીમાં, પોલીસના લોક દરબારમાં, સ્વાગત ઓનલાઇનમાં અરજીઓ કરવામાં આવી છે. જયારે- જયારે રજુઆત, અરજીઓ થાય કે પછી કોઇ મંત્રીઓનો કાર્યક્રમ હોય, કલેકટર, એસપી આવવાના હોય તે સમય પુરતું પોલીસ દબાણ હટાવીને કાગળ ઉપર કાર્યવાહી પુર્ણ કરી દેતા હતા અને પછી તરત હતું તેવું ને તેવું દબાણ થઇ જાય છે.

ત્યારે બાવળામાં બે દિવસથી પીએસઆઇ અજયભાઇ બી. વોરાની ધંધુકાથી બદલી થતા બાવળામાં આવીને સૌથી પહેલા માથાના દુખાવા સમાન પ્રશ્નને હાથમાં લઇને કડક કાર્યવાહી કરી દીધી છે.

બે દિવસથી પીએસઆઇ પોતે સ્ટાફ સાથે નીકળીને તમામ શટલ રીક્ષાઓને બહાર કાઢી, રોડ ઉપર એક લાઇનમાં ઉભા રહેવા તેમજ રોડ ઉપર દબાણ કરીને લારીઓ વાળાએ હટાવી દીધા છે. જેથી નગરના તમામ રોડ- રસ્તાઓ બે દિવસથી ખુલ્લા- ખુલ્લા અને પહોળા લાગી રહ્યા છે.

પીએસઆઇ કડક કાર્યવાહી કરતા વેપારીઓ, રાહદારીઓ, નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.પીએસઆઇ વોરાએ જણાવ્યું હતું કે લોકોને નડતી કોઇ પણ સમસ્યા બાબતે કાંઇ ચલાવી લેવાય નહીં. કાર્યવાહી હું ચાલુ રાખીશ અને. કોઇની પણ બાબતે શેહ શરમ ભરવામાં નહીં આવે.

રોડ રસ્તા ઉપરના દબાણ કર્તા લારીઓ, શટલ રીક્ષાઓ ઉપર કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...